'ઐસી લાગી લગન...' વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વડનગર પહોંચ્યા અનુપ જલોટા - PM MODI BIRTHDAY - PM MODI BIRTHDAY
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2024, 7:03 PM IST
મહેસાણા: ઐસી લાગી લગન... મીરાં હો ગઈ મગન ... ફેમ અનૂપ જલોટા વડનગર પહોંચ્યા હતા. વડનગરમાં આજે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિતે સિંગર અનુપ જલોટા હાટકેશ્વર મંદિર ખાતે મદન સંધ્યામાં હાજરી આપી હતી. વડાપ્રધાનના જન્મદિવસની અનુપ જલોટાએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મોદીજી એટલા મહાન વ્યક્તિ છે. જે પોતાની જાતને જનતાના સેવક માને છે. મારી દ્રષ્ટિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અવતાર પુરુષ છે. ઈશ્વરે તેમને મોકલ્યા છે. જે લોકોના કામ પૂરા થતા નથી તેમના કામ પૂરા કરો. અમે અમેરિકા જઈએ અને ભારતીય પાસપોર્ટ જોવે તો પણ મોદીને યાદ કરે છે. હુ ભાગ્યશાળી છું, વડનગર મારા માટે પવિત્ર સ્થાન છે. મોદીજીએ અમને આમંત્રિત નથી કર્યા પણ આદેશ કર્યો છે. અમે મોદીજીના આદેશનું પાલન કરવા આવ્યા છીએ.