અમરેલી : દેશભરમાં લોકોએ પરિવાર અને મિત્રો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય મહેશ કસવાલા અને સાંસદ ભરત સુતરિયાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી હતી. સાથે જ IFFCO ચેરમેન દિલીપ સંઘાણીએ પણ પોતાના ઘરે મકરસંક્રાંતિ મનાવી હતી.
સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાલાએ કરી મકરસંક્રાંતિની ઉજવણી
"એક દેશ, એક ચૂંટણી"ના સંદેશ સાથે સાવરકુંડલાના આકાશમાં પતંગો ચડી હતી. ધારાસભ્ય મહેશ કસવાલા સાથે અમરેલી સાંસદ ભરત સુતરીયા પણ "વન નેશન, વન ઇલેક્શન" લખેલી પતંગો ચગાવી હતી. આ તકે તેમની સાથે શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે નેતાઓ અને આગેવાનોએ "વન નેશન, વન ઇલેક્શન" લખેલી પતંગોનું બાળકોમાં વિતરણ કર્યું હતું.
દિલીપ સંઘાણીએ કરી ઉત્તરાયણની ઉજવણી : અમરેલીમાં IFFCO ચેરમેન દિલીપ સંઘાણીએ પણ પોતાના નિવાસસ્થાને પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. દિલીપ સંઘાણીએ રાજકીય ક્ષેત્રમાં પતંગ કાપવા મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. સાથે જ અમરેલીમાં ચાલી રહેલા ચકચારી પાયલ ગોટીના પ્રકરણે કહ્યું કે, પોલીસે કરેલી કામગીરી સરઘસ કાઢવુ અને માર મારવો તેમજ કાયદાકીય રીતે ન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નકલી લેટર કાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ.