બનાસકાંઠામાં TRB જવાનો પગાર વધારો અને વિશેષ ભથ્થામાં વધારાની માગ સાથે હડતાલ પર
Published : Oct 7, 2024, 5:52 PM IST
સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં TRB જવાનોની પગાર વધારા તેમજ વિશેષ ભથ્થામાં વધારા મામલે આજની હડતાલમાં સાબરકાંઠા જિલ્લો પણ જોડાયું છે. સાથોસાથ જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રાજ્ય સરકાર પાસે પગાર વધારા સહિત ભથ્થાઓમાં પણ વધારાની માગ કરી છે. છેલ્લા 15 વર્ષથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં TRB જવાનોની ફોજ થકી ટ્રાફિક કંટ્રોલ કરાય છે. જોકે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સવારથી જ હડતાલમાં જોડાયા છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી પગાર વધારાની માગ તેમજ વિશેષ ભથ્થાઓમાં અન્યાય મામલે રાજ્ય સરકાર સામે હડતાલથી વિરોધાભાસ રજૂ કર્યો છે. જોકે સ્થાનિક ટ્રાફિક બ્રિગેડોની વાત કરવામાં આવે તો ગુજરાતના મોટાભાગના શહેરોમાં ટ્રાફિક સૌથી મોટી સમસ્યા બની રહી છે. ત્યારે ટ્રાફિક બ્રિગેડના જવાનોની પણ એટલી જ જરૂરિયાત રહે છે. જોકે હાલમાં તેમને મળતું વેતન અન્ય કર્મચારીઓની સમકક્ષ ન હોવાની સાથોસાથ અન્ય કોઈ વધારા ભથ્થા તેમજ પારિવારિક સમસ્યાઓ સામે રાજ્ય સરકાર દ્વારા અપાતા વિશેષ સહયોગ ટ્રાફિક બ્રિગેડમાં મળતો નથી.