ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગાંધીનગરમાં વાતાવરણ પલટાયું, ભરઉનાળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ - Gandhinagar unseasonal rain - GANDHINAGAR UNSEASONAL RAIN

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 7:37 PM IST

ગાંધીનગર : કમોસમી વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી અનુસાર ગાંધીનગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભરઉનાળે આજે બપોર બાદ જોરદાર પવન ફૂંકાયો છે, જેના કારણે રસ્તાઓ પર ધૂળ-પાંદડાની ચાદર છવાઈ છે. ધૂળની ડમરીના કારણે વાહનચાલકોને ખૂબ જ તકલીફ પડી છે. જોરદાર પવન બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને કેરીના ખેડૂતો માટે માઠા સમાચાર છે. ગઈકાલથી શરૂ થયેલા માવઠાનો સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો છે. આંધી વંટોળને કારણે નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ગાંધીનગરના કલોલ, માણસા અને દહેગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે કરા પડ્યા છે. હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ ચાર દિવસ એટલે કે 16 મે સુધી વરસાદી માહોલ રહેશે.

  1. "કાલે મેઘા, કાલે મેઘા..." અમદાવાદમાં ઊડી ધૂળની ડમરીઓ, વાદળછાયુ વાતાવરણ અને ભારે પવન ફુંકાયો
  2. કપરાડા તાલુકામાં બપોર બાદ માવઠાનો બીજો રાઉન્ડ, ચક્રવાતી પવન સાથે કરા પડ્યા Unseasonal Rains

ABOUT THE AUTHOR

...view details