ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઘોડિયામાં સુતેલી બાળકી પર દીપડાનો હુમલો, જામજોધપુરના સમાણા ગામની ઘટના - leopard attacked the child - LEOPARD ATTACKED THE CHILD

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2024, 8:33 PM IST

જામનગર: જામજોધપુર તાલુકાના સમાણા ગામે ચારણ નેસ ઘુના પાસે 12 જેટલા ચારણ ગઢવીના નેસ આવેલા છે. ચારણ ગઢવીઓનું રહેણાંક સમણા ગામની સીમ વિસ્તારમાં આવેલું હોવાથી સીમમાં અવારનવાર દીપડાઓ અને વન્ય પ્રાણીઓની અવરજવર રહેતી હોય છે. સમગ્ર હકીકત જણાવતા તેજાભાઇના ભાઇ નેપાળભાઇ ગઢવીએ જણાવ્યું કે, રાત્રિના સમયે તે ચારણ નેસમાં રહેતા તેજાભાઇ ગઢવી અને તેમનો પરિવાર નેસમાં સુતો હતો. ત્યારે અચાનક બાજુમાંથી સીમ વિસ્તારમાંથી દીપડાએ હુમલો કર્યો હતો. ઘોડીયામાં સૂતી બાળકી પર તરાપ મારી હતી. ત્યારે તેજાભાઇ ઉંઘમાંથી ઉઠી ગયા હતા અને દીપડા પર પ્રહાર કરતા દીપડો બાળકીને છોડીને ભાગી ગયો હતો. બાળકીને માથાના ભાગે ઇજા થતા સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details