ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપી જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે જિલ્લાના 75 લો લેવલ પુલો પર પાણી ફરી વળ્યા - Rain in Tapi - RAIN IN TAPI

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2024, 8:05 PM IST

તાપી: જીલ્લાનાં ઉપરવાસ અને જિલ્લામાં પડી રહેલા ભારે મેઘમહેરનાં કારણે જિલ્લામાં નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે. જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાઠે વહેતા ગ્રામીણ વિસ્તારના 75 જેટલા લો લેવલ પુલો પર પાણી ફરિવળતા તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રસ્તા પર પાણી ફરિવળતા વાહન વ્યવહાર પર પણ મોટી અસર જોવા મળી રહી છે. જિલ્લામાં હાલ તંત્ર દ્વારા 75 જેટલા લો લેવલ પુલો કર્યા છે, જેમાં સોનગઢ તાલુકાના 26, વ્યારાના 16, વાલોડના 12, ડોલવણના 12, ઉચ્છલના 6, નિઝરના 2, કુકરમુંડાનો 1 લો લેવલ પુલ બંધ કરી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details