સુરત જિલ્લામાં તોફાની વરસાદ, માંકણામાં આશરે 100 વર્ષ જૂનુ પીપળાનું ઝાડ ધરાશાયી - The tree fell due to heavy rain - THE TREE FELL DUE TO HEAVY RAIN
Published : Jul 1, 2024, 7:40 AM IST
સુરત: જિલ્લાના કામરેજ તાલુકાના માંકણા ગામે થયેલા ભારે વરસાદને કારણે 100 વર્ષ જૂનું પીપળાનું વૃક્ષ ધરાશાયી થઈ હતું. આ સાથે જ ઘટનામાં એક યુવકને સામાન્ય ઈજા પણ થઈ હતી. વરસાદના કારણે જિલ્લા સહિત કામરેજ તાલુકો પણ પાણી-પાણી થયો હતો. ત્યારે બપોરના સમયે કામરેજના માંકણા ગામના પાદરે આવેલા અંદાજિત એક સદી પુરાણું પીપળાનું મહાકાય ઝાડ ધરાશાયી થયું હતું. ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા ધરાશયી થયેલા ઝાડના લાકડા કાપવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૃક્ષ ધરાશાઈ થવાની ઘટનામાં એક યુવકને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જેને પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.