Budget 2024-25: ભાવનગરની મહિલાઓએ રજૂ કરી બજેટ પ્રત્યેની આશા અને અપેક્ષાઓ - અભિપ્રાયો
Published : Jan 27, 2024, 7:40 PM IST
|Updated : Jan 29, 2024, 7:27 PM IST
ભાવનગરઃ વર્ષ 2024-25નું બજેટ કેન્દ્ર સરકાર જાહેર કરવા જઈ રહી છે ત્યારે ભાવનગરની મહિલાઓએ આ બજેટ સંદર્ભે પોતાની આશા, અપેક્ષા, માંગણીઓ અને અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. જેમાં મોટાભાગની મહિલાઓ માને છે કે મોંઘવારી ઘટવી જોઈએ. સામાન્ય મહિલાના રસોડાનું બજેટ મોંઘવારીએ ખોરવી નાંખ્યું છે. તેથી ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ઘટાડો થવાથી ઘણી રાહત થાય તેમ છે. આ ઉપરાંત આરોગ્ય સારવાર અને શિક્ષણ બહુ મોંઘા થઈ ગયા છે. જેનો માર મધ્યમવર્ગને પડી રહ્યો છે. બાળકોને ભણાવવા કે કોઈ બીમારીની સારવાર આજકાલ બહુ મોંઘી થઈ ગઈ છે. જો સરકાર આ બજેટમાં આ ક્ષેત્રો માટે જોગવાઈઓ અને ફાળવણી કરે તો ઘર ચલાવવું સહેલું બને તેવું ભાવનગરની મહિલાઓ કહી રહી છે. ભાવનગરના પૂર્વ મેયર રીનાબેને પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારે આગામી બજેટમાં કેટલાક નિર્ણય એવા લેવા જોઈએ જેથી સુગમતા વધે. જેમાં પેટ્રોલના ભાવો ઘટે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘટશે. તેમજ ગેસના ભાવ હવે આનાથી વધુ ન વધવા જોઈએ. આ ઉપરાંત ગૃહિણીઓના રસોડાને વધુ ભાર ન પડે તે સરકારે જોવું જોઈએ.