AMC મને હટાઓ, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું...હાટકેશ્વર બ્રિજના 680 દિવસ - Ahmedabad News - AHMEDABAD NEWS
Published : May 21, 2024, 7:15 PM IST
અમદાવાદઃ AMCના ઈતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ છે. જે જર્જરિત હાલતમાં હોવાના કારણે થોડા મહિનામાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક તરફ ભાજપ અને AMC ખૂબ જ મોટા ભ્રષ્ટાચારને અટકાવી શક્યા નથી, તો બીજી તરફ 680 દિવસ બાદ પણ બ્રિજ એ જ હાલતમાં છે અને તેમાંથી કોઈ છુટકારો મેળવી શક્યું નથી. આજે કોંગ્રેસ પક્ષે તે બ્રિજ પર બેનર લગાવીને વિરોધ કર્યો હતો અને હાટકેશ્વર બ્રિજ નો ઝડપી નિકાલ કરવા માંગણી કરી હતી. આ બેનરમાં લખ્યું છે કે AMC મને હટાઓ, હું ભ્રષ્ટાચારી બ્રિજ છું. હું ખૂબ થાકી ગયો છું. હું ક્યાં સુધી નડીશ. એએમસીના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, AMCના ઈતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ છે. જે જર્જરિત હાલતમાં હોવાના કારણે થોડા મહિનામાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક તરફ ભાજપ અને AMC ખૂબ જ મોટા ભ્રષ્ટાચારને અટકાવી શક્યા નથી, તો બીજી તરફ 680 દિવસ બાદ પણ બ્રિજ એ જ હાલતમાં છે અને તેમાંથી કોઈ છુટકારો મેળવી શક્યું નથી.