ધોરાજી દલિત સમાજના આગેવાનો સૂત્રોચ્ચાર સાથે, બાઈક રેલી યોજી ગોંડલ સંમેલનમાં થયા રવાના - Bike rally of Dhoraji Dalit Samaj - BIKE RALLY OF DHORAJI DALIT SAMAJ
Published : Jun 12, 2024, 12:36 PM IST
રાજકોટ: જૂનાગઢના દલિત સમાજના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્રે માર માર્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. તેમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ધારાસભ્યના પુત્ર સહિત અન્ય લોકોની અટકાયત કરી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ દલિત સમાજમાં રોજ હોવાનું સામે આવ્યું છે, જેને પગલે દલિત સમાજ સાથે થઈ રહેલા અન્યાય અને આ ઘટનાના વિરોધમાં જુનાગઢ થી ગોંડલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી બાદ ગોંડલમાં દલિત સમાજનું મહા સંમેલન યોજવામાં આવ્યું છે, ત્યારે આ સંમેલન અને રેલીમાં ધોરાજીના દલિત સમાજના આગેવાનો અગ્રણીઓ અને યુવાનો સુત્રોચાર સાથે ગોંડલ ખાતે રવાના થયા હતા.
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં ચાલી રહેલો જુનાગઢનો દલિત સમાજના અન્યાયનો કિસ્સો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમાં ઘટના બન્યા બાદ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો તેમની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ મામલાને લઈને દલિત સમાજ દ્વારા રેલી અને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.