રાજકોટ મનપા ઢોર ડબ્બા સ્થળ પર વધુ 10 પશુઓના મોત - 10 cattle died
Published : Sep 30, 2024, 7:26 PM IST
રાજકોટ: થોડા દિવસ પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં 750 થી વધુ પશુઓના મૃત્યુ નીપજ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ઢોર ડબ્બામાં વધુ 10 ગાયોના મૃત્યુ નીપજ્યા હોવાનો બનાવો સામે આવ્યો છે. રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા ઢોર ડબ્બાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ઢોર ડબ્બામાં થતા પશુઓના મોત મામલે જણાવ્યું હતું કે, મનપા દ્વારા જે રખડતા ઢોર પકડવામાં આવે છે તેમાંથી મોટાભાગના પશુઓ બીમાર હોય છે. ઢોર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક આરોગતા હોવાથી તેમના મોતનું પ્રમાણ પણ વધે છે. એનિમલ હોસ્ટેલનું સંચાલન જીવદયા ટ્રસ્ટ સંચાલન કરી રહ્યું છે. ટ્રસ્ટ સંચાલન પરત કરવા માંગતું હશે તો સંચાલન પરત લઈ લેવામાં આવશે.