ભાવનગર:વ્યાજના વિષચક્રમાં જે ફસાય એનું જીવન વ્યાજખોરો હરામ કરી નાખે છે. વ્યાજ પર વ્યાજ ચડતું જ જાય છે. અંતે ઉઘરાણી કરનારા લોકોના ત્રાસથી પૈસા લેનાર પોતાનો જીવ ટૂંકાવી લેવા મજબૂર બની જાય છે. ભાવનગર શહેરમાં વ્યવસાયમાં યુવકે પોતાના ધંધામાં ભાગીદાર વ્યક્તિને વસ્તુઓ મોકલી હોવા છતા તે પઠાણી ઉઘરાણી કરીને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. જેની ભોગ બનનારના પિતાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં મુંબઇના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
SOG પોલીસે મુંબઇથી આરોપી ઝડપી લીધો: ભાવનગર શહેરમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદના આધારે પોલીસે 1 વર્ષ પહેલા પઠાણી ઉઘરાણી કરનારા આરોપી નીરવ કનુભાઇ રાવળને SOG પોલીસે ઝડપી લીધો હતો. આરોપીને ભાવનગર લાવીને નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો હતો.