જુનાગઢ: પાછલા કેટલા સમય પૂર્વે ટમેટામાં લાલચોળ તેજી જોવા મળતી હતી. જેમાં હવે શિયાળો ધીમે ધીમે આગળ વધતા નરમાઈ જોવા મળી રહી છે. આજથી 1 કે દોઢ મહિના પૂર્વે પ્રતિ 1કિલો ટમેટાના જથ્થાબંધ બજારભાવ 40 થી 50 રૂપિયા જોવા મળતા હતા. જેમાં હવે ભારે નરમાઈ જોવા મળી રહી છે અને આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ટમેટા 5 રૂપિયાથી લઈને 9 પ્રતિ 1 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
ટમેટામાં લાલચોળ તેજી બાદ નરમાઈ: આજથી 1 મહિના પૂર્વે ટમેટાની બજાર એકદમ લાલચોળ તેજીમાં જોવા મળતી હતી. જથ્થાબંધ બજારમાં સારા ટમેટાના બજાર ભાવ 50 થી લઈને 60 રૂપિયા પ્રતિ 1 કિલો જોવા મળતા હતા. જેમાં આજે શિયાળો સતત આગળ વધતા નરમાઈ જોવા મળી રહી છે. 1 મહિના પૂર્વે જથ્થાબંધ બજારમાં 50 રુપિયે કિલો વેચાતા ટમેટા આજના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માત્ર 5 રૂપિયાથી લઈને 9 પ્રતિ 1 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જેમાં પાછલા 30 દિવસ દરમિયાન જોવા મળતા બજાર ભાવોમાં પ્રતિ એક કિલો 40 રૂપિયા જેટલો મોટો ઘટાડો થયો છે, જેથી જથ્થાબંધ અને છૂટક બજારમાં ટમેટાના ભાવ લાલચોળ તેજી પછી આજે સતત ગગડતા જોવા મળે છે.
સ્થાનિક બજારોની આવક વધી: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સ્થાનિક બજારની આવક વધતા ટમેટાના બજાર ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના સાવરકુંડલા તેમજ રાજુલા પંથકમાં ટમેટાનું ખૂબ મોટું વાવેતર થાય છે. જેનો પુરવઠો જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં નિયમિત રીતે આવે છે. જેને કારણે બજાર ભાવોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય બેંગ્લોર અને અન્ય પ્રાંતના ટમેટાની આવક પણ થઈ રહી છે. પરંતુ સ્થાનિક બજારના ટમેટા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં દૈનિક જરૂરિયાત કરતા વધારે આવી રહ્યા છે. જેને કારણે બજાર ભાવોમાં પ્રતિ 1 કિલોએ 40 જેટલો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.
લગ્ન સિઝનમાં પણ જળવાશે પુરવઠો: આજથી લગ્ન સિઝન પણ શરૂ થઈ રહી છે. જેની સાથે અન્ય શુભ કાર્યો પણ આરંભાતા જોવા મળશે. આવા તમામ પ્રસંગોમાં ભોજનમાં ટમેટાનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, પરંતુ જે રીતે સ્થાનિક બજારોની આવક દૈનિક જરૂરિયાત કરતા પુષ્કળ પ્રમાણમાં થઈ રહી છે. જેને કારણે લગ્ન સીઝન અને અન્ય શુભ કાર્યોમાં જો ટામેટાની જરૂરિયાત આકસ્મિક રીતે ખૂબ વધી જાય, તો પણ છૂટક અને જથ્થાબંધ બજારમાં 2 થી લઈને 5 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. જે પણ એકદમ સામાન્ય માનવામાં આવે છે. લગ્નગાળાની સિઝનમાં ટમેટા 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો પહોંચે તેવી શક્યતાઓ છે. તે પણ એકદમ સામાન્ય ગણવામાં આવે છે. ફેબ્રુઆરી મહિના સુધી સતત ટમેટાની આવક તમામ માર્કેટીંગ યાર્ડમાં જોવા મળશે. જેને કારણે આગામી 30 થી 40 દિવસ ટમેટાના બજાર ભાવોમાં કોઈ નોંધપાત્ર કે મોટો વધારો થાય, તેવી પણ શક્યતાઓ નહીંવત જોવા મળે છે.
આ પણ વાંચો: