ETV Bharat / state

વેવાણ સાથે પ્રેમ થઈ ગયો, ગીન્નાયેલા વેવાઈએ વેવાઈને જ પતાવી દીધાઃ અમદાવાદના વિરમગામનો ચર્ચાસ્પદ બનાવ - VEVAI VEVAN LOVE AND CRIME STORY

એક ખુની ખેલ ખેલાયો જેમાં એક પછી એક માર મારીને વ્યક્તિની હત્યા કરવામાં આવી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

વિરમગામમાં ખુની ખેલ
વિરમગામમાં ખુની ખેલ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2025, 10:00 PM IST

Updated : Jan 29, 2025, 10:27 PM IST

સુરેન્દ્રનગરઃ વિરમગામમાં એક ખુની ખેલ ખેલાયો હતો જે હાલ વિરમગામમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. પોલીસ તરફથી મળી વિગતો પ્રમાણે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. વેવાઈ અને વેવાણ વચ્ચેની પ્રેમ કથામાં ગુસ્સે ભરાયેલા વેવાણના પતિએ વેવાઈની હત્યા કરી નાખ્યાની ઘટના બની છે. જેને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસઃ પોલીસ ફરિયાદ પ્રમાણે, વિરમગામ શહેરમાં આવેલી જે જે કુમાર પ્રાથમિક શાળા કે.બી.શાહ વિનય મંદિર ખાતે ફરજ બતાવતા શિક્ષક નરેશ જેસંગભાઈ ચાવડા (ઉં.વ. 41)મુળ વતની વડગામ હાલ વિરમગામ શહેરમાં રહેતા હતા. સોમવારે વહેલી સવારે ઘરેથી એક્ટિવા લઈને વિરમગામના માંડલ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા કારમાંથી ઉતરેલા ત્રણ શખ્સો દ્વારા શિક્ષક નરેશભાઈ ઉપર હુમલો કરી પાડી દેવામાં આવ્યા હતા. ઉપરાંત લાકડી,પાઇપ અને બોથડ પદાર્થથી ક્રુર રીતે માર મારવામાં આવ્યો.વાત કરીએ તો જે નરેશ જેસંગભાઈ રથવી ઘણા સમયથી વિરમગામની મહાલક્ષ્મી પોળમાં રહેતા હતા, તેમની સાથે હર્ષાબેન લીવ ઇન રીલેશનશીપ માં રહેતા હતા. ત્યારે હર્ષાબેનના પતિ કલાભાઈ હરિભાઈ ગોહિલ (રહે. શંખેશ્વર) તથા અજીતભાઈ ગોહિલ,ગોગો આ ત્રણ લોકો દ્વારા શિક્ષક પર હુમલો કરાયો હતો. હુમલો માં ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યાર બાદ સ્થાનિક લોકો દ્વારા શિક્ષકને વિરમગામ સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા જ્યાં શરીર અને માથાના ભાગે વધારે ઇજાઓ જણાતા અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ઘટના બન્યા પછી સામાન્ય જનજીવન (Etv Bharat Gujarat)

કેવી રીતે થયો પ્રેમઃ નરેશભાઈના લગ્ન હાસલપુરના અલકાબેન સાથે થયા હતા અને તેમને એકની એક દીકરી હતી તે તેના મોસાળમાં રહીને અભ્યાસ કરે છે. અમદાવાદના જિલ્લા ડીએસપી ઓમ પ્રકાશ દ્વારા આ અંગે પત્રકારો સાથેની વાત દરમિયાન જાણકારી આપવામાં આવી કે, મૃતકની દીકરી અને પ્રેમિકાના દીકરા વચ્ચે દોઢેક વર્ષ પહેલા લગભગ સગાઈ થઈ હતી. જે પછી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પોલીસ ફરિયાદ પ્રમાણે નરેશભાઈ અને હર્ષાબેન વચ્ચે મૈત્રી કરાર પણ થયો હતો. તે બંને છેલ્લા આઠેક મહિનાથી વિરમગામની મહાલક્ષ્મી પોળ ખાતે લીવ ઈનમાં રહેતા હતા. જેની નારાજગી રાખીને કલાભાઈ, અજીતભાઈ તથા જેશંગભાઈ ઉર્ફે ગોકાભાઈએ મળીને પૂર્વયોજના પ્રમાણે દંડા અને પાઈપ વડે નરેશભાઈને માર માર્યો હતો. જેમાં ગંભીર ઈજા થતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  1. STના કર્મચારીઓને બજેટ પહેલા લહાણી, મોંઘવારી ભથ્થામાં મોટા વધારાની જાહેરાત
  2. અમદાવાદમાં બન્યો હતો રેકોર્ડઃ PM મોદીએ કોલ્ડપ્લે કોન્સર્ટનો ઓડિશા કોન્ક્લેવ 2025માં કર્યો ઉલ્લેખ

Last Updated : Jan 29, 2025, 10:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.