લંડનઃ બ્રિટનમાં 200 કંપનીઓએ તેમના તમામ કર્મચારીઓ માટે કોઈપણ પગારમાં કાપ મૂક્યા વિના ચાર દિવસનું વર્કિંગ વીક લાગૂ કરી દીધું છે. આ નિર્ણય બ્રિટનની વર્કિંગ વીક સ્કીમને નવું સ્વરૂપ આપવાના અભિયાનમાં નવી ઉપલબ્ધી છે, 4 ડે વીક ફાઉન્ડેશનના તાજેતરના અપડેટ મુજબ, આ 200 કંપનીઓમાં કુલ મળીને 5,000 થી વધુ લોકો કાર્યરત છે. જેમાં ચેરિટી અને માર્કેટિંગ કંપનીઓ સૌથી વધુ પ્રતિનિધિત્વ કરે છે.
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ચાર-દિવસીય સપ્તાહના સમર્થકોનું કહેવું છે કે પાંચ દિવસની પેટર્ન અગાઉના આર્થિક યુગથી વારસામાં મળી છે. ફાઉન્ડેશનના કેમ્પેઈન ડાયરેક્ટર જો રાયલે જણાવ્યું હતું કે પાંચ દિવસીય કાર્ય સપ્તાહની શોધ 100 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને હવે તે યોગ્ય નથી. તેને અપડેટ કરવામાં અમને ઘણું મોડું થઈ ગયું છે.
તેમણે આગળ ઉમેર્યું કે, "50 ટકા વધુ ફ્રી ટાઈમના પગલે ચાર દિવસનું વર્કિંગ વીક લોકોને વધુ સુખી અને સંતોષકારક જીવન જીવવાની સ્વતંત્રતા આપે છે. જેમ કે, હજારો બ્રિટિશ કંપનીઓ અને એક લોકલ કાઉન્સિલે પહેલેથી દર્શાવ્યું છે કે, વેતન વગરનું નુકસાનના 4 દિવસનું સપ્તાહ કર્મચારીઓ અને સંચાલકો બંને માટે ફાયદાકારી બની શકે છે.
માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ અને પ્રેસ રિલેશન્સની 30 કંપનીઓએ આ નીતિ અપનાવી છે. ત્યાર બાદ ચેરિટી, એનજીઓ અને સોશિયલ કેર ઈન્ડસ્ટ્રીમાં 29 સંસ્થાઓ અને ટેક્નોલોજી, આઈટી અને સોફ્ટવેરમાં 24 સંસ્થાઓ જોડાઈ. બિઝનેસ, કન્સલ્ટિંગ અને મેનેજમેન્ટ સેક્ટરની 22 અન્ય કંપનીઓએ પણ કર્મચારીઓને કાયમી ચાર દિવસનું કાર્ય સપ્તાહ આપવાની રજૂઆત કરી હતી.
આઉટપુટ બનાવીને ઉત્પાદકતામાં સુધારો
કુલ 200 કંપનીઓએ ટૂંકા અઠવાડિયા માટે તેમની પ્રતિબદ્ધતાને મજબૂત કરી છે. તેના સમર્થકો કહે છે કે તે કર્મચારીઓને આકર્ષવા અને જાળવી રાખવા માટે એક ઉપયોગી રીત છે અને ઓછા કલાકોમાં સમાન આઉટપુટ ઉત્પન્ન કરીને ઉત્પાદકતામાં સુધારો કરે છે.
લેબર પાર્ટીએ કર્યુ સમર્થન
કેટલાક કર્મચારીઓ કે જેઓ હજી પણ રિમોર્ટ વર્કિંગ સુવિધાનો આનંદ માણી રહ્યા છે, તેઓ બેક-ટુ-ઓફિસ અનિવાર્યતા સામે અવાજ ઉઠાવી રહ્યા છે, જેમાં સ્ટાર્લિંગ બેંકના કર્મચારીઓના એક મોટા જૂથનો પણ સમાવેશ થાય છે, જેમણે ચીફ એક્ઝિક્યૂટિવ દ્વારા હજારો કર્મચારીઓને વધુ દિવસ ઓફિસ આવવાની માંગ બાદ રાજીનામા ધરી દીધા, લેબર પાર્ટીનાં કેટલાક વરિષ્ઠ રાજકારણીઓ અને નાયબ વડા પ્રધાન એન્જેલા રેનરે પણ ચાર દિવસીય કાર્ય સપ્તાહ માટે સમર્થન વ્યક્ત કર્યું છે. જો કે સત્તા મળ્યા બાદ પાર્ટીએ આ નીતિ અપનાવી નથી.
સ્પાર્ક માર્કેટ રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે, યુવા કર્મચારીઓ પરંપરાગત કામ કરવાની રીતો સામે વિરોધ કરે છે. યુકેમાં 18 થી 34 વર્ષની વયના લગભગ 78 ટકા લોકો માને છે કે ચાર દિવસનું કાર્ય સપ્તાહ પાંચ વર્ષના સમયમાં આદર્શધોરણ બની જશે. જ્યારે 65 ટકા લોકોએ કહ્યું કે તેઓ ફુલટાઈણ ઓફિસ વર્કિંગ ફરીથી જોવા માંગતા નથી.
સ્પાર્કના મેનેજિંગ ડિરેક્ટર લિન્સે કેરોલને જણાવ્યું હતું કે 18 થી 34 વર્ષની વયના લોકો, જેઓ આગામી 50 વર્ષનાં મુખ્ય કાર્યબળ છે, તેઓ તેમની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે, કે તેઓ કામ કરવાની જૂની રીતો પર પાછા જવાનો ઇરાદો ધરાવતા નથી, તેમના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવો એ તેમની ટોચની પ્રાથમિકતાઓ છે, તેથી ચાર દિવસનું અઠવાડિયું વાસ્તવમાં એક અર્થપૂર્ણ લાભ છે અને તેમના જીવનની એકંદર ગુણવત્તાને વધારવામાં એક મહત્વપૂર્ણ પરિબળ છે.