સુરત:શહેરની પોલીસે તારીખ 15 ડિસેમ્બરના રોજ એટલે કે રવિવારે નિયમિત વાહન ચેકિંગ દરમિયાન નકલી ચલણી નોટોનો રૂપિયા 1,06,400 નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે ત્રણ આરોપીને પણ ઝડપી પાડ્યા હતા.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતી વખતે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) પ્રકાશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, "પોલીસે રૂપિયા 500 અને 200 ની વાસ્તવિક ચલણી નોટોમાં નકલી નોટોને ભેળવતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેની કુલ કિંમત રૂપિયા 1,06,400 છે."
ACP પ્રકાશ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, આરોપીઓએ માહિતી આપી છે કે તેઓ આ નકલી ચલણી નોટોના ઉપયોગ માટે સુરતના માર્કેટ તેમજ ભીડભાડ વાળી જગ્યાને પસંદ કરે છે.
તપાસ દરમિયાન આરોપીઓએ માહિતી આપતા જણાવ્યું કે, તેમણે આ નકલી ચલણી નોટો મુંબઈથી મેળવી છે. ACP એ વધુમાં જણાવતા કહ્યું કે, ત્રણેય આરોપીઓની ગુનાહિત કાવતરું તેમજ છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત અન્ય તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસની માહિતી અનુસાર દરરોજ ત્રણ લોકો રેગ્યુલર વાહન ચેકિંગ કામગીરી માટે ગોઠવેલા છે.
આરોપીઓ પર આરોપ છે કે, તેઓ આ નકલી નોટોને નાણાકીય વ્યવહાર દરમિયાન અસલી ચલણમાં ભેળવી લોકોને છેતરવા માટે ઉપયોગ કરતા હતા. પરિણામે, પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે, અને અન્ય સંભવિત માહિતી મેળવવાની શોધ પણ ચાલુ છે.
આ પણ વાંચો:
- "ગુજરાતમાંથી દારૂબંધી હટી જવી જોઈએ" : શંકરસિંહ વાઘેલા
- શાકમાર્કેટમાં ફ્રૂટ સાથે ગાંજો વેચતો હતો શખ્સ, પોલીસે આ રીતે દબોચ્યો