હૈદરાબાદ: છેલ્લાં થોડા સમયથી બેંકિંગ સેક્ટરમાં મોટા પ્રમાણમાં ભરતીઓ જાહેર થઈ રહી છે, જેનો ફાયદો વાણિજ્યના વિષયો સાથે ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે. હાલમાં જ એસબીઆઈ સહિત વિવિધ બેન્કોમાં મેનેજર સહિતની જગ્યાઓ પર ભરતીઓ જાહેર કરાઈ હતી, આ ક્રમમાં દેશની અગ્રણી બેંકોમાંથી એક HDFC બેંક પણ તેમની વિવિધ શાખાઓ માટે યોગ્ય ઉમેદવારોને તક આપી રહી છે.
રિલેશનશિપ મેનેજર માટે યોગ્યતા
HDFC બેંક દ્વારા રિલેશનશિપ મેનેજરની ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી કરનારા ઉમેદવારોએ મિનિમમ 50 ગુણ સાથે સ્નાતકની ડિગ્રી મેળવેલી આવશ્યક છે. આ ઉપરાંત 10 વર્ષનો સેલ્સનો અનુભવ પણ હોવો ફરજીયાત છે. આ ઉપરાંત ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમજ ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ 479 રૂપિયા એપ્લિકેશન ભરવાની રહેશે. ઉમેદવારો 7 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે.
3 લાખથી 12 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક પેકેજ
HDFC બેંકમાં જાહેર કરેલી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની પસંદગી બાદ તેમને વાર્ષિક 3 લાખથી 12 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક પેકેજ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય નોકરીના લાભ, નોકરીના 6 મહિના બાદ લાગું પડશે.
કેવી રીતે લેવાશે પરીક્ષા
ઓનલાઈન ટેસ્ટની માર્ચ-2025માં લેવામાં આવે તેવી શક્યતા છે. જેમાં પહેલાં તબક્કામાં અંગ્રેજી ભાષા, ન્યૂમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટીના પ્રશ્નો પુછાશે. ટેસ્ટમાં ઉમેદવારોએ 1 કલાકમાં 100 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે.
પર્સનલ ઈન્ટરવ્યૂ
ઓનલાઈન ટેસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અંતિમ યાદીમાં પર્સનલ ઈન્ટરવ્યૂની સાથે ઓનલાઈન ટેસ્ટના ગુણને પણ ઘ્યાનમાં લેવાશે.
મેડિકલ એક્ઝામિનેશન અને વેરિફિકેશન
મહત્વપૂર્ણ છે કે, ઉમેદવારોએ ફરજિયાત મેડિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે. ત્યાર બાદ જ ફાઈનલ પસંદગી થશે.