જામનગર: મરીન નેશનલ પાર્ક અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં ભાગ લેવામાં માટે ખાસ શ્રીલંકાના એક ડોક્ટરે ભાગ લીધો છે. શ્રીલંકાના ડોક્ટર સંપત્તે રામસેતુ વિસ્તારમાંથી એક નવી પક્ષીની પ્રજાતિ શોધી કાઢી છે.
રામસેતુ પર આ પક્ષી દેખાયું હોવાના કારણે તેનું નામ હનુમાન ફ્લોરા રાખવામાં આવ્યું છે. ત્યારે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ જામનગર આવીને તેમજ અહીં અનેક પક્ષીઓ જોઈને અભિભૂત થયા છે. મહત્વપૂર્ણ છે કે,ગુજરાત અને સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં પક્ષી રસિકો, નિષ્ણાંતો અને સંશોધકો આ સીમાચિહ્ન પક્ષી ગણતરી પહેલમાં ભાગ લીધો છે.
જામનગરમાં આજથી પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી છે. હાલારના 170 કિલોમીટર લાંબા દરિયા કિનારે પક્ષી ગણતરી કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી 25 ટીમો દ્વારા જુદી જુદી જગ્યાએ પક્ષી ગણતરી કરવામાં આવી રહી છે. દેશમાં સૌ પ્રથમવાર ગુજરાતના જામનગરના મરીન નેશનલ પાર્ક અને અભયારણ્યમાં દરિયાકાંઠાના કિચડીયા પક્ષી ગણતરી સેન્સસ આજથી શરૂ થયું છે.
વન વિભાગ તેમજ બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ત્રણ દિવસ આ ગણતરી હાથ ધરાશે. મહત્વપૂર્ણ છે કે, મરીન નેશનલ પાર્ક અને જામનગરનો અભયારણ્ય વિસ્તાર આશરે 300 પ્રજાતિના રહેવાસી અને સ્થળાંતરિત પક્ષીઓનું ઘર છે.
ખાસ પસંદ કરાયેલા સ્થળોમાં દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાઓમાં ફેલાયેલા અંદાજિત 170 કિમીનો દરિયાકાંઠો અને ઓખાથી નવલખી સુધીના 45 ટાપુઓ છે. ત્રી-દિવસીય કાર્યક્રમમાં વનસંવર્ધન અને વન્યજીવ નિષ્ણાંતો દ્વારા વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.