ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોનું દાંપત્‍યજીવન આનંદમય રહેશે - AAJNU RASHIFAL

આજે ચંદ્ર મીન રાશિમાં છે. જાણો આજે કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2025, 1:01 AM IST

અમદાવાદ : આજે 06 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર મીન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. ધાર્મિક અને આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્‍યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય પર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવાની સલાહ છે. શારીરિક અને માનસિક બેચેનીનો અનુભવ કરશો. ધા‍ર્મિક કાર્યો પાછળ ધનખર્ચ થાય. વિદેશ વસતા સ્‍નેહીજનના સારા સમાચાર મળે.

વૃષભ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. પરિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. રમણીય સ્‍થળે પર્યટનનું આયોજન થાય. સ્‍ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને પત્‍નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્‍ઠ દાંપત્‍યસુખની અનુભૂતિ થાય.

મિથુન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે. પરિવારના સભ્‍યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્‍ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આપનો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે. મિત્રો- સ્‍નેહીજનો તરફથી આપને ભેટ- સોગાદ મળે. ગૃહસ્‍થજીવનમાં માધુર્ય વ્‍યાપી રહે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. સાંસારિક જીવન આનંદમય રહે.

કર્ક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. દિવસે આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્‍યસ્‍ત રહેશો. ધાર્મિક સ્‍થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય નાનું પ્રવાસ પર્યટન પણ થઇ શકે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે અને મન પણ ચિં‍તારહિત રહે. નોકરિયાતોને નોકરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય. કોઇ વિશેષ પ્રસંગથી આપના ભાગ્‍યમાં સારું પરિવર્તન આવે.

સિંહ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજનો દિવસ સંભાળીને ચાલવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આજે આપની સમક્ષ થોડી પ્રતિકૂળતાઓ આવવાની સંભાવના છે. તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્‍યાન આપવાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોઈ શકે છે. પરિવારના સભ્‍યો સાથે સંભાળીને રહેવું. આજે શક્ય હોય ત્યાં સુધી કોઈપણ નવા કામ કરવાના બદલે થોડો આરામ લઈને મન પ્રફુલ્લિત થાય તેવા કાર્યોમાં ધ્યાન આપવું અને કાયદા વિરોધી કોઈપણ કાર્યોથી દૂર રહેવું. ઇશ્વરનું સ્‍મરણ અને આધ્યાત્મિકતા આજે આપને ખૂબ જ શાંતિ આપશે.

કન્યા: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દાંપત્‍યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્‍ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.

તુલા: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખદાયક બનાવો બને. કાર્યમાં યશ અને સફળતા મળશે. આરોગ્‍ય જળવાશે. જરૂરી કામ પાછળ જ ખર્ચ થાય. નોકરીમાં સિદ્ધિ અને સફળતા મળે મોસાળપક્ષ તરફથી સમાચાર આવે. આર્થિક લાભની સંભાવના રહે. સહકર્મચારીઓ અને હાથ નીચેના નોકરવર્ગનો સાથ સહકાર મળશે.

વૃશ્ચિક: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપના ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આપનું શારીરિક તેમજ માનસિક આરોગ્‍ય પણ સારું રહે. જરૂરપૂર્વકનો જ ખર્ચ થાય. બીમાર વ્‍યક્તિની તબિયતમાં સુધારો થતો જણાય. હરીફો અને શત્રુઓ પર વિજય મેળવશો. ઓફિસમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મેળવી શકશો. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળમાંથી સમાચાર મળે. નાણાંકીય લાભ મળે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય.

ધન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. તન- મનમાં તાજગી સ્‍ફૂર્તિનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. મનમાં કારણ વગરના વિચારો અને ચિંતા ના પ્રવેશે તેનું ધ્યાન રાખવું. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રાખવા માટે તમારે વધુ પ્રયાસો કરવા પડશે. માતા સાથે અત્યારે તમારે વધુ સૌમ્ય વર્તન કરવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી તેમની દરેક જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખોટા કાર્યોથી દૂર રહેવું. વધુ ઊંઘ લેવી અને સમયસર ભોજન લેવું. અગત્‍યના દસ્‍તાવેજો ન કરવા સલાહ આપવામાં આવે છે.

મકર: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજના દિવસ દરમ્‍યાન આપ આપની મનોસ્થિતિ અને શારીરિક સ્‍વસ્‍થતા બહુ સારી ન હોય. પરિવારમાં કલેશનું વાતાવરણ ટાળવાનો અને વધુ સૌહાર્દ જળવાઈ રહે તેવો પ્રયાસ કરજો. શરીરમાં સ્‍ફૂર્તિ કે તાજગી અપેક્ષા કરતા ઓછી રહે. આપ્‍તજનો સાથે મનદુ:ખના પ્રસંગો ટાળવા માટે નમતું જોખવાની નીતિ રાખવી. આરોગ્ય બાબતે ખાસ કરીને છાતીના દર્દોમાં સાચવવું. સુખપૂર્વક નિદ્રા ના માણી શકો તેવી પણ શક્યતા રહે. જાહેરમાં માનભંગ થાય તેવા કોઈપણ કાર્યોથી દૂર રહેવું. સ્‍ત્રી સાથે વર્તનમાં સંભાળવું તેમજ પાણી સામે જોખમથી સંભાળવું. માનસિક ઉદ્વેગ અને પ્રતિકૂળતાઓમાં વધારો થવાથી સતત બેચેનીમાં આપનો દિવસ પસાર થાય.

કુંભ: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે આપ માનસિક રીતે ઘણી હળવાશ અનુભવશો. આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપના ઉત્‍સાહમાં વધારો થશે. ઘરમાં ભાઇબહેનો સાથે મળીને કોઇ આયોજન હાથ ધરશો. તેમની સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. મિત્રો- સ્‍વજનો સાથે મુલાકાત થાય. નાનકડો પ્રવાસ પણ થઇ શકે. હરીફો સામે વિજય મળે. ભાગ્‍યવૃદ્ધિ થાય. પ્રિયતમાના સંગાથથી આનંદ અનુભવશો.

મીન: ચંદ્ર આજે મીન રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આનંદ ઉત્‍સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્‍ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. મનમાં કોઇ નિર્ણય લેતાં દ્વિધા અનુભવો તો નિર્ણય મોકૂફ રાખવાની સલાહ છે. પરિવાર સાથે મિષ્‍ટાન્‍ન ભોજનનો આનંદ મળશે. પ્રવાસ થાય. દાંપત્‍યજીવન આનંદમય રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.