નવી દિલ્હી: આસામના ભૂતપૂર્વ ક્રિકેટર દેવજીત સૈકિયા અને છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (CSCS) પ્રભતેજ સિંહ ભાટિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં બે મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવશે. સાયકિયા બીસીસીઆઈના સેક્રેટરી તરીકે બિનહરીફ ચૂંટાઈ જવાની ખાતરી છે, જ્યારે ભાટિયાનું બીસીસીઆઈના ખજાનચી તરીકે નામ નિશ્ચિત છે.
દેવજીત સાયકિયા જય શાહનું સ્થાન લેશે:
સાયકિયા આ ભૂમિકામાં જય શાહનું સ્થાન લેશે, કારણ કે તેઓ હવે આઈસીસીના અધ્યક્ષ બની ગયા છે અને તેથી આ પદ ખાલી થયું હતું. ભાટિયા ખજાનચીની ભૂમિકામાં આશિષ શેલારનું સ્થાન લેશે. આ જાહેરાત રવિવાર, 12 જાન્યુઆરીએ BCCI દ્વારા આયોજિત સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM)માં કરવામાં આવશે.
We are pleased to share that Mr Devajit Saikia, Secretary (Interim) & Joint Secretary of the BCCI and former Secretary of the ACA, has officially filed his nomination for the prestigious position of Secretary of the BCCI.
— Assam Cricket Association (@assamcric) January 6, 2025
1/3 pic.twitter.com/xPrLs1VGVP
તમને જણાવી દઈએ કે, BCCIમાંથી જય શાહની બહાર થયા બાદ વચગાળાના સચિવ તરીકે કામ કરી રહેલા સૈકિયા અને ભાટિયાએ બે દિવસ પહેલા જ નામાંકન ભર્યું હતું. ડ્રાફ્ટ ઈલેક્ટોરલ લિસ્ટ અનુસાર, સૈકિયા આસામ ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરશે. તેમજ બોર્ડે હવે જોઈન્ટ સેક્રેટરીની ખાલી પડેલી જગ્યા ભરવાની રહેશે.
દેવજીત સૈકિયા કોણ છે?
આસામના ભૂતપૂર્વ ક્રિકેટર છે, જે કર્નલ સીકે નાયડુ ટ્રોફી (અંડર-23 માટે) અને રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. તે 1990-91માં ચાર ફર્સ્ટ-ક્લાસ મેચમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ઈસ્ટ ઝોન માટે રમી ચુક્યો છે.
આસામ ક્રિકેટ એસોસિએશન (ACA) ના સેક્રેટરી તરીકે કામ કરતી વખતે તેણે આસામમાં પ્રથમ મહિલા આંતર-જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. તેમણે ગુવાહાટી સ્પોર્ટ્સ એસોસિએશન (GSA) ના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે.
આ પણ વાંચો: