અમરેલી: જિલ્લાની અંદર પીડીત દિકરીને લઈને આજે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પીડિત પાટીદાર દીકરી મામલે પૂર્વ વિપક્ષ નેતાએ પત્રકાર પરિષદને સંબોધીને કરીને સરકાર તેમજ પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા.
પરેશ ધાનાણીએ આક્ષેપો કર્યા: પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે, સરકાર અને પોલીસ સામે આ દીકરી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને સાથે જ આ દીકરીને યોગ્ય ન્યાય મળવો જોઈએ. પરંતુ તે ન્યાય હજુ સુધી મળ્યો નથી. જેને લઈને આગામી સમયમાં જો દીકરીને યોગ્ય ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલન અને પ્રતીક ધરણા કરવામાં આવશે અને સરકાર સામે લડવામાં આવશે.
પીડિત યુવતી માટે ન્યાયની માંગ: પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં સંબોધન કરતી સમયે કૌશિક વેકરીયા પર પર શાબ્દિક બાણનો મારો ચલાવ્યો હતો અને જણાવ્યું કે, દીકરી પર જે અત્યાચાર થયો તેનો 24 કલાકમાં જવાબ આપે, નહી તો પરેશ ધાનાણી રાજકમલ ચોક ખાતે 24 કલાકના ઉપવાસ પર ઉતરશે. એવી ચીમકી આપી હતી. અન્યાય કરનારા પોલીસ અધિકારીને પણ બરતરફ કરવાની માંગ સાથે પરેશ ધાનાણીએ રણશિંગુ ફૂંક્યું હતું.
યુવતીએ મુખ્યમંત્રીને પત્ર લખી ન્યાય માંગ્યો: વધુમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી આ પીડિત દીકરીને ન્યાય અપાવજો. નહિતર અમે હવે લડાઈના માર્ગે ચડીશું. પીડિત યુવતી પાયલ ગોટીએ 2 દિવસ પહેલા પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. ત્યારે પણ તેણે જણાવ્યું કે, પોલીસ દ્વારા તેના પર પટ્ટા વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ ગુનો કબૂલ કરાવ્યો હતો. રાત્રે 12 વાગે પત્રકાર પરિષદમાં મહિલા પોલીસ અને અન્ય કર્મચારીઓ આવ્યાને યુવતીને લઇ ગયા હતા. જે ખરેખર ન્યાયની વિરુદ્ધ છે. જેને લઇને યોગ્ય ન્યાયની માંગણીનો પત્ર પાઠવી રજૂઆત કરી હતી. યુવતી પાયલ ગોટીએ મુખ્યમંત્રી અને કૌશિક વેકરીયાને પણ પત્ર પાઠવીને ન્યાયની માંગણી કરી હતી.
આ પણ વાચો: