ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં નકલી RC બુક કૌભાંડનો પર્દાફાશ, પાંચ આરોપીની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા - Surat Fake RC book

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતમાં નકલી RC બુકના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ મામલે કુલ પાંચ આરોપી ઝડપાયા છે. જેમના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. જાણો સમગ્ર વિગત

સુરતમાં નકલી RC બુક કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં નકલી RC બુક કૌભાંડનો પર્દાફાશ (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 12:05 PM IST

સુરત : ડભોલીની સર્જન વાટિકામાં દરોડા પાડી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બોગસ આરસી RC કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપીઓએ RTO એજન્ટની મિલીભગતમાં આ કૌભાંડ આચર્યું હતું. પોલીસ આ મામલે પાંચ આરોપીને ઝડપી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

સુરતમાં નકલી RC બુક કૌભાંડનો પર્દાફાશ (ETV Bharat Reporter)

નકલી RC બુક કૌભાંડ :સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે નકલી RTO બુક બનાવનારા અંકિત વઘાસિયા અને 30 વર્ષ જૂના RTO એજન્ટ જીતુ પટેલને પહેલા પકડી પાડયા હતા. ત્યારબાદ તેઓની પૂછપરછમાં વાહન ડિલર સવજી મોહન ડાભી, ડીલર કમ રિકવરી એજન્ટ અશોક ઉર્ફે બાલો, ગોરધન કાછડિયા તથા સતિષ એલૈયાના નામ ખુલ્યા હતા. બાદમાં આ બેની ધરપકડ કરાઈ હતી. હાલ પાંચેય આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરાઈ રહી છે.

પાંચ લોકોની સંડોવણી :પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે RTO એજન્ટ જીતુ પટેલ તંત્રને અંધારામાં રાખી રેકર્ડ રૂમમાંથી જૂની સ્માર્ટ કાર્ડવાળી આરસી બુક ચોરી લેતો હતો. તેને 70-80 જેટલી RC બુક ચોરી વઘાસિયાને આપી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ જ રીતે અન્ય RTO એજન્ટ નિમેષ ગાંધી છેલ્લા દોઢ વર્ષથી જૂની આરસી બુક ચોરી કરતો હતો. તેને 400-500 જેટલી RC બુક ચોરી અંકિત વઘાસિયાને આપી હતી.

નકલી આરસી બુકની કિંમત :આરોપી અંકિત વઘાસિયા પણ RTO ના કામકાજથી વાકેફ હતો. તે પેટા એજન્ટ જેવી અગાઉ કામગીરી કરતો હતો. એજન્ટો જીતુ અને નિમેષે ચોરીને આપેલી આરસી બુકના કાર્ડ પરનું લખાણ પેટ્રોલથી ભૂંસી નાખતો હતો. વાહન ડીલર્સ જે ખેંચાઈને આવેલા વાહનોના ફોટા કે વાહન નંબર વોટ્સએપ કરે તેની નકલી આરસી બુક કોમ્પ્યુટર તથા પ્રિન્ટરથી બનાવી આપતો હતો. તે એક નકલી આરસી બુક પેટે રુ.1500 થી 5000 વસૂલતો હોવાનો પણ પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે.

  1. યુટ્યૂબ અને વેબ સીરીઝમાંથી શીખ્યાં નકલી નોટ છાપવાના પેંતરા
  2. સોમનાથ પોલીસે 112 કિલો નકલી માખણ સાથે ત્રણની કરી અટકાયત

ABOUT THE AUTHOR

...view details