ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં સામાન્ય ડ્રાઈવરની દીકરી નસીબ પ્રણામીએ ટયુશન ક્લાસિસની સુવિધા વિના A1 ગ્રેડ મેળવી પરિવારનું નામ કર્યુ રોશન - Std 10 A1 Grade - STD 10 A1 GRADE

સાબરકાંઠાના હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી નસીબ પ્રણામીએ કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસીસ વિના ધોરણ 10માં A1 ગ્રેડ મેળવતા સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. નસીબના પિતા એક સામાન્ય ડ્રાઈવર છે જે પેસેન્જર વાહન ચલાવે છે. Std 10 A1 Grade Sabarkantha Himmatnagar Normal Driver No Tution Nasib Pranami

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 11, 2024, 10:20 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

સાબરકાંઠાઃ હિંમતનગરના પૃથ્વીનગરના ભાડાના મકાનમાં રહેતા અને પેસેન્જર ગાડી ચલાવી પરિવારનું ગુજરાત ચલાવનારા દીપકભાઈ પ્રણામીના દીકરી નસીબે આજે ધોરણ 10માં A1 ગ્રેડ મેળવ્યો છે. નસીબ પ્રણામીએ માત્ર 15 બાય 15ના ઘરમાં કોઈપણ પ્રકારની વિશેષ સુખ કે સવલત વિના આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણીએ આ પરિણામ કોઈપણ જાતના ટયુશન ક્લાસીસની મદદ વિના સ્વબળે મેળવ્યું છે.

99.07 પર્સેન્ટાઈલ મેળવ્યાઃ હિંમતનગરમાં સામાન્ય ડ્રાઈવરની દીકરીએ ધો.10માં A1 ગ્રેડ મેળવ્યો છે. નસીબ પ્રણામીએ A1 ગ્રેડ અને 99.07 પર્સેન્ટાઈલ મેળવીને સાબિત કરી દીધું છે કે મોટી મોટી સુવિધા અને ટ્યુશન કલાસીસની મદદ વિના પણ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. આ પરિણામ અંગે નસીબે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની વિશેષ સુખ-સગવડ વિના સતત મહેનતથી ધોરણ-10માં A1 ગ્રેડ મેળવ્યો છે તેમજ મારે આઈપીએસ અધિકારી બનવું છે.

પિતા પેસેન્જર વાહન ચાલકઃ સાબરકાંઠાના હિંમતનગરના દીપકભાઈ પ્રણામી હિંમતનગર મોડાસા વચ્ચે પેસેન્જર ગાડી ચલાવે છે. તેમની દીકરી ધોરણ-10માં હોવા છતાં તેના માટે ટ્યુશન કે ક્લાસીસ ની સગવડ કરી શક્યા ન હતા. જો કે નસીબ પ્રણામીએ ધોરણ-10ના અભ્યાસક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની સુખ-સુવિધા કે મોજ-મજા પાછળ સમય ન વેડફતા માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સિદ્ધિ મેળવી છે. નસીબ પ્રણામીએ A1 ગ્રેડ અને 99.07 પર્સેન્ટાઈલ મેળવીને સાબિત કરી દીધું છે કે મોટી મોટી સુવિધા અને ટ્યુશન કલાસીસની મદદ વિના પણ ઉત્તમ પરિણામ મેળવી શકાય છે. આજે નસીબનો પરિવાર તેના પર ગર્વ કરી રહ્યો છે.

  1. કચ્છમાં SSC બોર્ડ પરીક્ષાનું 85.31 ટકા પરિણામ, 100 ટકા પાસીંગ ક્લબમાં જિલ્લાની 100 શાળા - SSC Board Exam Result
  2. ધોરણ 10ના પરિણામમાં દાહોદ કેન્દ્ર રાજ્યમાં 24મા ક્રમ પર - Class 10 Result 2024

ABOUT THE AUTHOR

...view details