અમદાવાદ: ભડીયાદ ખાતે આવેલ હઝરત મહેમુદ શાહ બુખારીના ઉર્સ નિમિત્તે ગુજરાતભરમાં મેદનીનું જુલુસ કાઢવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જમાલપુરથી પગપાળા મેદનીનું નીકળ્યું હતું. અમદાવાદના જમાલપુરમાં આ મેદની નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. અને ભડીયાદ પગપાળા મેદનીના નિશાન (ધજા) લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હઝરત શહીદ પીર મહેમુદ શાહ બુખારીની દરગાહ તરફ રવાના થયા.
મેદની નિમિત્તે જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મારા મત વિસ્તાર જમાલપુરથી ભડીયાદ પગપાળા મેદનીનું સ્વાગત કરવા માટે અમે હાજર થયા છીએય સેન્ટ્રલ મેદની કમિટી દ્વારા દર વર્ષે હઝરત મહેમુદ શાહ બુખારીની મેદની કાઢવામાં આવે છે. આ મેદનીમાં બધા જ ધર્મના લોકો પગપાળા ભડીયાદ જાય છે અને પોતાની માનતા કે બાધા માને છે, અને ભડીયાદ પીર હઝરત મેમોસા બુખારી તેમની મન્નતોને પૂરી કરે છે અને બધા લોકો પોતાના નિશાન લઈને મેદનીમાં જાય છે.
તેમણે જણાવ્યું કે, 11/1/2025 શનિવારના રોજ રાત્રે સંદલ શરીફની રસમ કરવામાં આવશે. 12 /1 /2025 રવિવારના રોજ ક્યારની ઉર્સ શરીફ ભરાશે અને 13 /11/ 2025 ના દિવસે ઉર્સ શરીફ મનાવવામાં આવશે તથા 14/ 1/ 2025 ના રોજ ઉર્સ સંપન્ન થશે. અને અહીંથી 10 /11/ 2025 શુક્રવારના રોજ બધા ભડીયાદ મુકામે પહોંચશે.
મેદનીમાં સામેલ થયેલા પૂર્વ સાંસદ રાજુભાઈ પરમારએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતથી ભળીયાદ પીર બાબાના લોકો સામેલ થઈ રહ્યા છે. બધા જ ધર્મના લોકો ભડીયાદ પીર મહેમુદ શાહ બુખારીને માને છે અને ત્યાં સુધી બધા જ ધર્મના લોકો પગપાળા પોતાની બાધાઓ લઈને જાય છે. અને આ નિમિત્તે બહુ જ સારી વ્યવસ્થા પણ કરવામાં આવે છે. હું જ્યારે સાંસદ હતો ત્યારે પણ હું આ મેદનીમાં હાજર થતો હતો અને આજે પણ હું મેદનીમાં સામેલ થવા માટે આવ્યો છું અને ભાઈચારા અને દેશ પ્રેમની પ્રાર્થના કરું છું.
આ મેદનીમાં સામેલ થયેલા નીપુલ કાપડિયાએ જણાવ્યું હતું કે, આજે દાદા બુખારીના નિશાન ખમાસાથી ભડીયાદ જવા માટે રવાના થયા છે. દાદા બુખારી સાહેબ કોમી એકતાના પ્રતીક છે. દાદા બુખારીની આસ્થા રાખવાવાળામાં મુસ્લિમ, હિન્દુઓ, મોદી સમાજ, મુસ્લિમ ધોબી સમાજ છે અને દાદા બુખારી સાહેબનો ઉર્સ મનાવે છે.
શાહપુર શાંતિ સમિતિના મેમ્બર સુધીર બુંદેલાએ જણાવ્યું હતું કે, ધુમ દાદા ધુમ બુખારીના નારા સાથે અમદાવાદના જમાલપુર વિસ્તારથી મેદની કાઢવામાં આવી રહી છે. જે જોઈને અમે ખૂબ જ આનંદ અને ખુશી થાય છે અને આ નિમિત્તે અમે આખા વિશ્વમાં ભાઈ ચારા અને કોમી એકતાનો માહોલ રહે એવી પ્રાર્થના કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાળુઓની સગવડ સાચવવા માટે જિલ્લા કલેકટર, પોલીસ, જિલ્લા પંચાયત, પાણી પુરવઠા વિભાગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી પદયાત્રીઓ માટે વ્યવસ્થા પૂરી પાડવાનું આયોજન કરાયું છે અને કમિટી તરફથી રાત્રે રોકાણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: