અમદાવાદ: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન ખરાબ રહ્યું એમ કહી શકાય છે. કારણ કે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીની હાર થઈ છે. અને 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. અંગે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાની પ્રક્રિયા આપી અને આમ આદમી પાર્ટીની હારને સ્વીકારી.
દિલ્હીમાં હાર બાદ AAP હવે શું કરશે?
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં મજબૂતાઈથી ચૂંટણી લડી પરંતુ જે કંઈ પરિણામ આવ્યું છે એને સ્વભાવિક રીતે અમે સ્વીકારીએ છીએ. પ્રજાનો ચુકાદો સર્વોપરી છે. આમ આદમી પાર્ટી પહેલા પણ પ્રજા માટે કામગીરી કરતી હતી અને આગળ પણ કામગીરી કરતી રહેશે. અમે આવનારા દિવસોમાં બમણા જોરથી પ્રજાના વચ્ચે જવાના છીએ. અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ED, CBI, ઇન્કમટેક્સ, ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ તમામ લોકો આવ્યા હતા અને છ-છ મહિના સુધી મુખ્યમંત્રીને જેલમાં રાખ્યા. તેમનો એજન્સીઓ દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા. ભાજપ એ નવા-નવા હાથકંડાઓ અપનાવ્યા. આ મામી પાર્ટીના મતદારોને કટ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા.
ભાજપ પર ઈસુદાનના ચાબખા
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એક વિચારધારા છે. દિલ્હીમાં જે કામ આમ આદમી પાર્ટીએ કર્યું હતું, એ આગળ પણ ચાલુ રહેશે અને આજે અમે ચોક્કસ કહીશું કે આ કામની રાજનીતિ સામે ગુંડાગર્દીની રાજનીતિની જીત થઈ છે. ભાજપ વાળા દિલ્હીમાં આવશે તો હવે જે અરવિંદ કેજરીવાલે સ્કૂલો બનાવી છે, તેને ભાજપ વાળા લઈ લેશે. ભાજપ વાળા મોહલ્લા ક્લિનિક બંધ કરી દેશે. દિલ્હીમાં જે સરકારી હોસ્પિટલો બની છે એને પણ કબજો ભાજપ વાળા કરી લેશે.
તેમણે વધુ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મહોલ્લા ક્લિનિક ચાલુ રાખજો. મહિલાઓને ફ્રી બસ સેવા આપશો. દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા મહિને આપજો, Free પાસ સેવાને ચાલુ રાખજો. એવું કંઈ ભાજપ સરકાર કરશે નહીં, પરંતુ સૌથી મોટો કાંડ એ કરશે કે વીજળી મોંઘી કરી દેશે અને પોતાના મિત્રોને વીજળીના કોન્ટ્રાક્ટ આપશે. દિલ્હીની જનતા માટે ભાજપ મોટી આફત બનીને આવી છે.
આ પણ વાંચો: