જુનાગઢ: જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા આજથી સેવાની નિવૃત થયા છે. પરિવારિક કારણોસર પોલીસ વડા હર્ષદ મહેતાએ ગૃહ વિભાગમાં સ્વૈચ્છિક નિવૃત્તિને લઈને માગણી રજૂ કરી હતી. જેના પર આજે સરકારી નિયમો અનુસાર તેમની માંગણીને ગ્રાહ્ય રાખીને આજે સાંજના ઓફિસ સમય બાદ એસ.પી હર્ષદ મહેતા સેવા નિવૃત્ત થયા છે. જુનાગઢ પોલીસવડા બનતા પૂર્વે તેઓ રાજકોટ એસીપી ત્યારબાદ બોટાદ અને સુરત ગ્રામ્યમાં એસ.પી તરીકેની ફરજો નિભાવી હતી.
જિલ્લા પોલીસ વડા થયા સેવા નિવૃત્ત
જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા આજથી સેવા નિવૃત થયા છે. પારિવારિક કારણોસર હર્ષદ મહેતાએ સ્વૈચ્છિક નિવૃત્તિની દરખાસ્ત સરકારને મોકલી હતી. સરકારી પ્રક્રિયાને અંતે આજે તેમની સેવા નિવૃત્તિની દરખાસ્તને સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવતા આજે ઓફિસ સમય બાદ હર્ષદ મહેતા જિલ્લા પોલીસ વડા તરીકે સેવા નિવૃત થયા છે. જુનાગઢ એસ.પી તરીકે નિમણૂક પામતા પહેલા તેઓ રાજકોટમાં એસી.પી ત્યાર બાદ બોટાદ અને સુરત ગ્રામ્યમાં એસ.પી તરીકેની સેવાઓ પણ આપી ચૂક્યા છે. જુનાગઢમાં પાછલા બે વર્ષના હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન પોલીસને મોટા ગુનાઓના ઉકેલમાં સફળતા મળી છે. તેમના કાર્યકાળ દરમિયાન કોઈ મોટા વિવાદાસ્પદ ઘટના પણ બનવા પામી નથી.
એસ પી તરીકેનો કાર્યકાળ મિશ્ર પરિણામો વાળો
હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન આંગડિયા સોનાની લૂંટ અને હત્યાના કેટલાક બનાવોમાં ખૂબ જ સફળતાપૂર્વક કામગીરી કરીને પોલીસને શ્રેય અપાવવામાં તેઓ સહભાગી થયા હતા. જુનાગઢમાં મોલવીના વિવાદસ્પદ નિવેદન બાદ તેની મુંબઈથી અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કિસ્સામાં પણ હર્ષદ મહેતાની કુનેહ કામ કરી ગઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન માણાવદરના એસી.પી તરલ ભટ્ટના તોડકાંડ આરોપોને લઈને પોલીસ પર સવાલો ઊભા થયા હતા. આજ સમય દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ મકવાણા દ્વારા એક આરોપીને માર મારવાના કિસ્સામાં આરોપીનું મોત થતા પોલીસ તંત્ર પર સવાલો ઊભા થયા હતા. આ સિવાય જૂનાગઢના દરગાહ કાંડ વખતે પણ કેટલાક ફરાર આરોપી હર્ષદ મહેતાના કાર્યકાળ દરમિયાન પકડાયા હોવાના જાણીતા બનાવો સામે આવ્યા હતા.