પટના : બિહારની રાજધાની પટના સહિત અનેક જગ્યાએ ભૂકંપના આંચકા આવ્યા છે. આ ભૂકંપના આંચકા સવારે 6.35 કલાકે અનુભવાયા હતા. જોકે, અત્યાર સુધી ક્યાંયથી જાનમાલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. USGS Earthquakes અનુસાર નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં ગોકર્ણેશ્વર હતું.
બિહારની ધરા ધ્રુજી : આજે વહેલી સવારે બિહારની ધરા ધ્રુજી હતી. ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના કારણે ઘરોમાં પંખા ઝૂલતા જોવા મળ્યા હતા. જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે. જોકે, હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.
ક્યાં-ક્યાં આવ્યો ભૂકંપ ? રાજધાની પટના સિવાય પૂર્ણિયા, મધુબની, શિવહર, સમસ્તીપુર, મુજફ્ફરપુર, મોતિહારી અને સિવાન સહિત બિહારના અડધાથી વધુ જિલ્લામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. સવારે 6.35 થી 6.37 વચ્ચે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.
"સવારે હું જાગી, મારા પતિને ચા આપી. તેઓ ચા પી રહ્યા હતા, ત્યારે અચાનક તેમના હાથમાં રહેલો ચાનો કપ ધ્રૂજવા લાગ્યો. ઘરના પંખા પણ પોતાની મેળે ઝૂલવા લાગ્યા. અમને લાગ્યું કે ધરતી ધ્રૂજી રહી છે. અમને સમજાઈ ગયું કે ભૂકંપ આવ્યો છે."-- શ્વેતા દેવી (પૂર્ણિયાની રહેવાસી)
ભૂકંપ શા માટે થાય છે ? વાસ્તવમાં પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે, જે ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય અથવા ઘસાય છે, ત્યારે તેઓ એકબીજા પર ચડી જાય છે અથવા દૂર ખસી જાય છે. જેના કારણે પૃથ્વી ધ્રૂજવા લાગે છે, જેને આપણે ધરતીકંપ કહીએ છીએ. રિક્ટર સ્કેલ પર ભૂકંપ 1 થી 9 ની રેન્જમાં હોઈ શકે છે. આજે અનુભવાયેલ ભૂકંપની તીવ્રતા 7.1 હતી. જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે. ઈમારતો તૂટી શકે છે, ભૂગર્ભ પાઈપ લાઈટો ફૂટી શકે છે, પરંતુ બિહારમાંથી હજુ સુધી આવા કોઈ નુકસાનની જાણ થઈ નથી.