ગુજરાત

gujarat

ETV Bharat / state

વર્ષ 2025નું રાશિફળ: જાણો દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે વર્ષ 2025 ? - YEARLY HOROSCOPE 2025

આજથી કેલેન્ડર વર્ષ 2025 શરૂ થઈ રહ્યું છે, ત્યારે આવનારૂ વર્ષ 2025 તમામ રાશિઓના જાતકો માટે કેવું રહેશે જણાવે છે જ્યોતિષ પ્રતાપ્રરાય જોષી...

વર્ષ 2025નું રાશિફળ
વર્ષ 2025નું રાશિફળ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2025, 6:06 AM IST

ભુજ: આજથી કેલેન્ડર વર્ષ 2025 શરૂ થઈ રહ્યું છે, ત્યારે આવનારૂ વર્ષ 2025 તમામ રાશીઓના જાતકો માટે કેવું રહેશે ? તેમ જ આ વર્ષ 2025માં કયા રાશિના લોકોએ સાવચેતી રાખવી તેમજ કઈ રાશિના લોકોને આ વર્ષે ફાયદો થવાનો છે, તેમજ તેમના અટકેલા કામો થવાના છે, તો લાભ મેળવવા માટે શું ઉપાયો કરવા ? તે અંગે ભુજના જાણીતા જ્યોતિષશાસ્ત્રી પ્રતાપરાય જોષી સાથે ઈટીવી ભારતે વાતચીત કરી હતી. ત્યારે જાણો વર્ષ 2025 આપની રાશિ મુજબ કેવું રહેશે ? આ અહેવાલમાં.

વર્ષ 2025નું રાશિફળ

જ્યોતિષશાસ્ત્રી પ્રતાપ્રરાય જોષી લોકોને અંધશ્રદ્ધામાંથી ઉગારી મૂંઝાયેલાઓને સચોટ માર્ગદર્શન આપનાર દિવ્ય જ્યોતિષ વિદ્યાના સાચા ઉપાસક છે સૂક્ષ્મ વિગતો સાથે ફળ દર્શન અંકશાસ્ત્ર જેમની જ્યોતિષ પદ્ધતિ તથા પ્રશ્ન કુંડળી દ્વારા સતત માર્ગદર્શન આપે છે. ઋષિમુનિઓ દ્વારા લખાયેલ ગ્રંથો જ્યોતિષ વિશારદો સાથે જ્ઞાન ગોષ્ઠી કરી મેળવેલ જ્ઞાનનો તેઓ સદઉપયોગ કરે છે.

જ્યોતિષ પ્રતાપ્રરાય જોષીએ જણાવ્યું વર્ષ 2025નું રાશિફળ (Etv Bharat Gujarat)

ગ્રહોની અસર શું રહેશે રાશિઓ પર

આવતા કાળની સમજ એટલે કે આકાશની અંદર ભ્રમણ કરતા ગ્રહો જેમાં તારા, ગ્રહ, નક્ષત્ર અને રાશિઓ પર બ્રહ્માંડના કિરણો અને વિકિરણોનું શું અસર થશે તે આપણે આજે જાણીશું.વર્ષ 2025નું વર્ષ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે જાણીએ...

કચ્છના જ્યોતિષ પ્રતાપ્રરાય જોષી (Etv Bharat Gujarat)

મેષ રાશિ (અ.લ.ઈ.):

  • નવું વર્ષ 2025 મેષ રાશિ માટે લાભદાયી રહેશે 14/05/2025 થી ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવતા સીધા ભાગ્ય સ્થાન ઉપર દ્રષ્ટિ પડતા ભાગ્યમાં વૃદ્ધિ રહેશે.
  • વર્ષની શરૂઆતમાં ગુરુ ગૌચરમાં વૃષભ રાશિમાં મેષ રાશિથી બીજા ધનમાં ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં ડર લાભ તેમજ નામ અને પ્રગતિ કરાવશે
  • જમીન મકાન જેવા સ્થાવર પ્રશ્નો ઉકેલાશે,તેમજ રાજકારણમાં લાભ પ્રગતિ વ્યાપાર ઉદ્યોગમાં પ્રગતિ અને પરિવર્તન રહેશે.
  • વિદ્યાર્થી જગતને પરીક્ષાઓમાં સારા ટકાએ પાસ થવાની પૂરી શક્યતાઓ રહેલી છે.
  • શનિ મહારાજ 29/03/2025 થી મીન રાશિગત થશે જેથી 7:30 થી પનોતીનો પ્રથમ તબક્કો પસાર થતા શારીરિક માનસિક આર્થિક તકલીફ ઊભી કરી શકે છે.
  • 18/05/2025 થી રાહુ કુંભ રાશિમાં રહેશે જે એકંદરે વર્ષ સારો રહેશે તે દર્શાવે છે અને સાથે જ સંતાનોના પ્રશ્નો ઉકેલાશે.
  • વિશેષ લાભ મેળવવા માટે રાશિ જાતકોએ પાંચ પીપળાના વૃક્ષનું ઉછેર તેમજ જતન કરવું અને પવિત્ર સ્થળોએ આ પીપળાના વૃક્ષ રોકવાથી નબળા ગ્રહો સારા થઈ ત્વરિત સફળતા અપાવી શકે છે.

વૃષભ રાશિ(બ.વ.ઉ.):

2025નું વર્ષ વૃષભ રાશિ માટે સમય મધ્યમ સર સારો રહેશે. આમ જોતાં ગુરુ આ રાશિ ના જાતકોની રાશિથી બીજા ધન સ્થાને રહેશે. જેથી આવકનો પ્રમાણ જળવાઈ રહેશે.

નોકરી ધંધામાં લાભ રહેશે પરંતુ બહુ મોટા ફેરફાર ના કરવા

ધાતુના વેપાર કે પ્રવાહી ચીજોના વેપારથી લાભ રહેશે જેમાં તેલ,કેમિકલ, દવા વગેરેના વ્યવસાયમાં લાભ રહેશે.

વિદ્યાર્થી વર્ગ માટે દસમા સ્થાનનો રાહુ પ્રગતિનો સૂચન કરે છે. ઉચ્ચ અભ્યાસના પણ યોગ રહેશે.

જો સુખ સ્થાન માં કેતુ હોય તો હરીફો છુપાહિત શત્રુઓથી સાવધાની સૂચવે છે

જમીન પ્રોપર્ટીના કાર્યોમાં રૂકાવટ રહેશે એકંદરે આ વર્ષમાં મધ્યમ સર સારી પ્રગતિ રહેશે

વિશેષ લાભ મેળવવા માટે અંધજન કે સૂરદાસ આશ્રમમાં અન્ન વસ્ત્રનું દાન કરવાથી લાભ મળે.

મિથુન રાશિ(ક.છ.ઘ.):

2025નો વર્ષ મિથુન રાશિ માટે ખૂબ સારો રહેશે

મિથુન રાશિ ના જાતકોએ સાચી દિશામાં મહેનત કરશે તો પ્રગતિ અને લાભ મેળવી શકશે

માર્ચ માસમાં શનિ મહારાજ 10 મા સ્થાનથી ભ્રમણ કરશે. જેથી અટકાયેલા કાર્યો પૂર્ણ થશે ધનલાભ મળવાના યોગ પણ શરૂ થશે અને માનસિક શાંતિનો અનુભવ થશે.

14/05/2025 થી ગુરુ મહારાજ મિથુન રાશિમાં ભ્રમણ કરશે જેથી કોઈ ઉતાવળિયો નિર્ણય ના લેવો શારીરિક સમસ્યા પણ આવી શકે

18/05/2025 થી ભાગ્ય સ્થાનમાં રાહુ મહારાજ ભ્રમણ કરશે.

ધંધા ક્ષેત્ર ના નવા સાસોમાં લાભ અને પ્રગતિ રહેશે ઘર પરિવારમાં શુભ માંગલિક કાર્ય રહેશે.

થાવર સંપતિના પ્રશ્નો ધીરે ધીરે ઉકેલ આવશે પરદેશના કાર્યોમાં પણ સફળતા મળશે.

વિદ્યાર્થી જગતને આ વર્ષમાં મહેનત કરવી પડશે પરંતુ જો મહેનત કરશે તો માર્ચ મહિના બાદ સારું પરિણામ મળશે.

વિશેષ લાભ મેળવવા માટે પોતાના વજન પ્રમાણે દર બુધવારે અનાજનું દાન ,પક્ષીઓને ચણ આપવાથી તમામ કાર્યો સિદ્ધ થશે.

કર્ક રાશિ (ડ.હ.):

2025નો વર્ગ કર્ક રાશિ માટે શુભ પરિવર્તનકારક રહેશે.

ભાગ્ય સ્થાનમાં શનિ મહારાજ ધંધા નોકરી ક્ષેત્રમાં સારા પરિવર્તનો સૂચવે છે. વેપાર ધંધા નોકરીમાં આર્થિક રીતે લાભ મળશે અને પ્રગતિ કરાવશે.

વિદેશ સંબંધી કામોમાં પણ પ્રગતિ રહેશે.

ધાતુ ખનીજ સાથે સંકળાયેલા જાતકો માટે વિશેષ કાળજી રાખી કાર્ય કરવું. સંયમપૂર્વક સમય પસાર કરવો તેમ જ શારીરિક નાની મોટી તકલીફો પણ આવી શકે છે.

માર્ચ મહિનાના અંતમાં શન મિનનો થતા નવમા ભાગ્યભાવમાં રહેશે જેથી ભાગ્ય વૃદ્ધિમાં વિલંબ થાય અને નાણાકીય અવરોધો ઊભા થશે.

આ રાશિના જાતકોએ ખાન પાનમાં કાળજી રાખવી તેમજ આરોગ્ય પણ સાચવવું

ધાર્મિક યાત્રાઓના પણ યોગ છે તેમજ રોકાયેલા નાણા પણ મળે આમ જોતા રાહુ અને ગુરુનો સહયોગ દરેક કાર્યોમાં ધીરજ થી સફળતા અપાવશે.

વિદ્યાર્થી જગત માટે સફળતા બની રહેશે પરંતુ સારા પરિણામ માટે મહેનત કરવી જરૂરી છે.

વિશેષ લાભ મેળવવા માટે ગૌશાળાઓમાં ગાયોને લીલોચાળો દાન કરવાથી ત્વરિત સફળતા મળશે.

સિંહ રાશિ(મ.ટ.):

2025નું વર્ષ સિંહ રાશિ માટે જેઠાલાલ તથા વ્યય જેટલો લાભ એ પ્રમાણે વ્યયનું સૂચન કરે છે.

આ રાશિના જાતકોને ધંધા રોજગારમાં ધીમી ગતિએ પ્રગતિ રહેશે

જમીન પ્રોપર્ટી અંગેના કાર્યોમાં ધીમે ધીમે કાર્ય થશે. શેર બજાર તેમજ સટ્ટાથી હાની ભય બન્યો રહેશે.

નોકરિયાત વર્ગને નોકરીમાં ફેરફાર કે બદલીના યોગ બનશે આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધશે અને શારીરિક તકલીફો પણ વધશે.

વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ સિંહ રાશી થી સાતમા સ્થાનમાં રહેશે જેથી લગ્ન જીવન ભાગીદારી નોકરીમાં વાદવિવાદથી બચવું તેમ જ લગ્નના યોગમાં વિલંબ થશે. જેથી લગ્ન જીવન માટે આ વર્ષમાં ઉતાવળ કરવી નહીં.

14/05/2025 થી મિથુનનો ગુરુ સિંહ રાશિથી 11માં સ્થાને લાભ ભાવે આવે છે જેથી વેપાર ધંધા નોકરીમાં વૃદ્ધિનો યોગ બન્યો રહેશે જ સમાજમાં યશ નામ પ્રતિષ્ઠા પણ વધશે.

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ લાભદાય રહેશે અને ધીમી ગતિએ સફળતાના યોગ બનશે પરંતુ પરિશ્રમથી લાભ થશે અને પ્રગતિ બની રહેશે.

વિશેષ લાભ માટે આ રાશિના જાતકોની પોતાની જેટલી ઉંમર હોય તેનાથી પાંચ ઘણી જેટલી સંખ્યા થાય કેટલી લોટની ગોળીઓ પાણીમાં રહેલ માછલીઓને અર્પણ કરવી.

કન્યા રાશિ(પ.ઠ.ણ.):

2025નો વર્ગ કન્યા રાશિ માટે સારો રહેશે.

આ વર્ષ આ રાશિના જાતકો કે જે મશીનરી ધાતુ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેમને લાભદાય રહેશે.

જમીન, મકાન પ્રોપર્ટીના કાર્યોનો ઉકેલ આ વર્ષમાં ચોક્કસથી આવશે.

રાશિના જાતકોને આ વર્ષે વિદેશ જવાના યોગ ઊભા થશે અને વિદેશ સંબંધી કાર્યોમાં સફળતા બની રહેશે.

આ રાશિના જાતકોમાં ગુરુ કેન્દ્રસ્થાનેથી પસાર થતો હોવાથી વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ખૂબ સારું રહેશે અને મનગમતી આયોજન બદ્ધ યોજનાઓમાં સફળતા મળશે.

નોકરી ક્ષેત્રમાં રહેલા લોકો માટે પ્રગતિના સારા એંધાણ છે. તેમજ નોકરી ધંધામાં નાના મોટા ફેરફાર અને પ્રવાસના પણ યોગ રહેલા છે. એકંદરે જોતા આ વર્ષમાં તમામ યોજનાઓ ધીરેથી પ્રગતિ સૂચવે છે.

વિશેષ લાભ માટે ગરીબ વિદ્યાર્થી વર્ગોને પાઠ્યપુસ્તકો, પેન પેન્સિલ વગેરે અર્પણ કરવાથી કાર્યોમાં ત્વરિત સફળતા મળશે.

તુલા રાશિ(ર.ત.):

2025નું વર્ષ તુલા રાશિ માટે ભાગ્યોદય સમાન રહેશે.

14/05/2025 થી મિથુન રાશિનો ગુરુ તુલા રાશિથી નવમા ભાગ્ય ભાવે આવશે જેથી ભાગ્યભવનમાં ગુરુ મહારાજ ભ્રમણ કરશે જેથી નવા સાહસમાં અનુકૂળતા જણાય.

ધંધા નોકરીમાં સમજી વિચારીને આગળ વધવું.

જમીન પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં સફળતા મળશે નાણાકીય સ્થિતિ પણ સુધરશે.

ધર્મ યાત્રાઓ પણ સફળ રહેશે.મૂડી રોકાણ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. કોઈપણ પ્રકારની ઉતાવળ કરવી નહીં.

શુભ માંગલિક પ્રસંગોમાં ખર્ચા બની રહેશે. લાભ સ્થાને રહેલ કેતુ ઘણા શુભ કાર્યોમાં મંદ ધીમેથી ફળ આપશે.

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષે સફળતાની ઉજળી તકો બની રહેશે આત્મવિશ્વાસથી અભ્યાસ કરશો તો ધાર્યું પરિણામ મળશે.

વિશેષ લાભ મેળવવા માટે વિકલાંગ મંડળ કે વિકલાંગ લોકોને અનાજ અને વસ્ત્રદાન કરવાથી કાર્યોમાં રૂકાવટ દૂર થશે.

વૃશ્ચિક રાશિ (ન.ય.):

2025નું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે વિશેષ ફળદાયક રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ રાહુ અને ગુરુની ગ્રહમાળા વિશેષ ફળદાયક રહેશે.

14/05/2025 થી મિથુનનો ગુરુ વૃશ્ચિક રાશિથી આઠમાં સ્થાનમાં આવશે જે શારીરિક તકલીફ આપી શકે છે.તો નોકરી વ્યવસાયમાં પણ આકસ્મિક સમસ્યા સર્જાઈ શકે છે જેથી આ સમય શાંતિથી પસાર કરવો.

નોકરી,ધંધા,રોજગાર ક્ષેત્રમાં પરિવર્તન અને પ્રગતિના એંધાણ આ વર્ષે જણાઈ રહ્યા છે.

કોર્ટ કચેરીના કાર્યોથી બચવું નહીં તો નાણાકીય તકલીફોનો સામનો કરવો પડશે તેમજ આર્થિક માનસિક અને શારીરિક તકલીફો નો પણ સામનો કરવો પડશે તો પેટ અને નેત્ર સંબંધી આરોગ્ય સાચવવું.

વિદ્યાર્થીઓ વર્ગ માટે મેં માસથી અભ્યાસમાં ધ્યાન વધુ આપવું જરૂરી છે થોડો કઠિન સમયે શરૂ થશે પરંતુ વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ પણ એકંદરે સારું રહેશે.

લગ્ન ઈચ્છુકો માટે આ વર્ષે ધીમેથી સફળતા મળશે અને ઘરમાં માંગલિક પ્રસંગો આવશે.

આ વર્ષમાં દરેક કાર્યોમાં ધીરજથી ફળ મળી શકે તેમ છે.

વિશેષ લાભ મેળવવા માટે આ રાશિના જાતકોએ પોતાના વજન પ્રમાણે દર બુધવારે પક્ષીઓને ચણ નાખવાની લાભ રહેશે. પોતાના વજન પ્રમાણે અનાજ દાન કરવાના આ પ્રયોગને શાસ્ત્રમાં તુલા દાન કહેવામાં આવે છે.

ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.):

2025નું વર્ષ ધન રાશી માટે આવું નવા પરિવર્તન લાવશે.

ધન રાશી માટે ગ્રહમંડળની ગ્રહમાળા આ વખતે અવનવા પરિવર્તન લાવશે જેથી ધંધા રોજગાર ક્ષેત્રમાં પણ પરિવર્તન અને પ્રગતિ કરાવશે પરંતુ પ્રગતિ ધીરે ધીરે રહેશે.

લગ્ન ઇચ્છકોના લગ્નના યોગ આ વર્ષે બની રહેશે.

વેપાર,ધંધા,નોકરીમાં આવક વધશે અને કાર્યોમાં સફળતા મળશે.

માર્ચ મહિનાના અંતમાં આર્થિક માનસિક અને શારીરિક તકલીફો નો એકા એક સામનો કરવો પડે તે તેમજ સટ્ટા જેવા કાર્યોથી દૂર રહેવું.

આ રાશિના જાતકોની જીવનશૈલીમાં પરિવર્તન આવશે આકસ્મિક ધન પ્રાપ્તિ પણ થશે તેમ જ કાર્યોમાં સફળતા અને સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે.

વિદ્યાર્થી વર્ગ માટે ભાગ્યમાં રહેલ કેતુ શ્રમથી સિદ્ધિ બતાવે છે જેથી માર્ચ 2025 થી વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય શરૂ થશે.

વિશેષ લાભ મેળવવા માટે નેત્ર કે દંત યજ્ઞ શિબીરો ચાલતી હોય ત્યારે શ્રમદાન અને ધનદાન કરવું. તેમજ દર્દી નારાયણને મદદ કરવી. આમ કરવાથી રાહુ અને શનિ મહારાજ શાંત થઈ શુભ ફળો પ્રદાન કરશે.

મકર રાશિ (ખ.જ.):

2025નો વર્ષ મકર રાશિ માટે ફળદાયી રહેશે.

નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિના યોગ વર્ષના શરૂઆત દરમિયાન રહેશે. તેમજ નોકરી ક્ષેત્રે પ્રમોશનના યોગ પણ આ વર્ષે બની રહેશે.

જમીન અને પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં કોઈપણ પ્રકારની ઉતાવળ કરવી નહીં.

ઉધારી લેવી દેવી નહીં તેમજ શેર સટ્ટાના કાર્યોથી પણ દૂર રહેવું.

શારીરિક માનસિક ચિંતા બેચની આપે અને અનેક તકલીફો નો સામનો પણ કરવો પડે.

નોકરી વ્યવસાયમાં તકરારથી બચવું. ધીરજ પૂર્વક સમય પસાર કરવો અને મોટા સાહસ કે મોટા ખર્ચથી બચવું.

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ની શરૂઆત ઉત્તમ રહેશે સફળતા પણ મળશે પરંતુ થોડું પરિશ્રમ વધારે કરવું પડશે વધારે મહેનત બાદ સફળતા મેળવી શકાશે.

વિશેષ લાભ મેળવવા માટે સની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરવી તેમ જ પવિત્ર સ્થળે પીપળાના પાંચ વૃક્ષ વાવવા અને તેનું જતન કરવું સાથે જ લાઈફ સ્ટાઈલમાં તરત બદલાવ આવવાથી લાભ થશે.

કુંભ રાશિ(ગ.શ.સ.ષ):

2025નો વર્ષ કુંભ રાશિ માટે લાભદાયી અને ફળદાયક રહેશે.

વેપાર ધંધા નોકરીમાં ધનલાભના યોગ આ વર્ષે બની રહેશે કૌટુંબિક જીવનમાં પણ ખૂબ લાભ રહેશે તેમજ જમીન મિલકત પ્રોપર્ટીના લાભ પણ બની રહેશે.

આ વર્ષમાં ગુરુ પાંચમા ભાવેથી પરિભ્રમણ કરી રહેલ છે જે તમને જન્મના ગ્રહો પ્રમાણે લાભાલાભ આપી જશે.

નાની મોટી કસોટીઓમાંથી પણ પસાર થવું પડશે.

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ખૂબ સારું રહેશે પણ પરિશ્રમ કરવો પડશે.

વિશેષ લાભ મેળવવા માટે આ રાશિના જાતકોએ પાંચ જાતના ઔષધીય ગુણો ધરાવતા વૃક્ષોનું વાવેતર કરવું અને તેનો જતન કરવું.

મીન રાશિ(દ.ચ.ઝ.થ.):

2025નો વર્ષ મીન રાશિના જાતકો માટે કેતુ શુભ ફળદાયક રહેશે.

આ રાશિના જાતકો માટે કેતુ છઠ્ઠા રોગ સ્થાને છે જેથી રોગ શત્રુ વિનાશક એટલે કે રોગ અને શત્રુથી કેતુ રક્ષણ અપાવશે.

જમીન અને પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં ધારેલા લાભ પણ આ વર્ષે મળી શકે છે. કોર્ટ કચેરી સંબંધિત ઉકેલો આવશે.

રાજ દ્વારે પ્રગતિ અને કાર્ય સિદ્ધિ પણ આ વર્ષે મળશે.

ધંધા રોજગાર ક્ષેત્રમાં અચાનક નવીન વિચારોથી પરિવર્તન આવશે અને સફળતા પણ મળે તેવા યોગો આ વર્ષે રહેલા છે.

વિદ્યાર્થી વર્ગ માટે માનસિક ચિંતાઓથી મુક્ત રહી આ વર્ષે પ્રગતિ મળે. આ વર્ષે થોડી ઘણી વધુ મહેનત કરીને ચોક્કસ સારું પરિણામ મળશે.

વિશેષ લાભ મેળવવા માટે મીન રાશીના જાતકોએ નેત્ર દંત યજ્ઞ ચાલતા હોય ત્યાં શ્રમદાન અને ધનદાન કરવાથી મનમાં ધારેલ કાર્યોની સિદ્ધિ પૂર્ણ થશે.

  1. ગિરનારના 9999 પગથિયાંને 115 વર્ષ પૂર્ણ, જાણો આ પગથિયા સાથે જોડાયેલો રોચક ઈતિહાસ
  2. અહો આશ્ચર્યમ ! કચ્છમાં મળ્યા 10.5 મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મિ, સંશોધકે કર્યો મોટો દાવો

ABOUT THE AUTHOR

...view details