રાજકોટ: રાજકોટના સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાકિસ્તાની બાળ કિશોરને સુરક્ષિત રીતે તેના વતન પરત મોકલવામાં આવ્યો છે. પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશન દ્વારા અન્ય ખલાસીઓ સાથે માછીમારી કરતા ભારતીય બોર્ડરમાં આવી ગયેલા પાકિસ્તાનના ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તેમની સાથે એક 14 વર્ષનો કિશોર પણ મળી આવ્યો હતો.
કિશોરને પરત વતન મોકલાયો: જોકે આ બાળક કાયદાના સંઘર્ષમાં આવેલું હોવાથી તેને સૌરાષ્ટ્રના એકમાત્ર રાજકોટના ઝોનલ ઓબઝર્વેશન હોમમાં રાખવામાં આવ્યું હતું. અને 2 વર્ષ અને 7 માસ સુધી અહીં રહેલો બાળ કિશોરને પરત વતન પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.
રાજકોટના સમાજ સુરક્ષા વિભાગની સરાહનીય કામગીરી (Etv Bharat Gujarat) કિશોરને ન્યાયિક કસ્ટડિમાં મોકલ્યો: રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.યુ.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022માં એક પાકિસ્તાની બાળ કિશોર અન્ય ખલાસીઓ સાથે માછીમારી કરવા નીકળ્યો હતો. અને ભૂલથી દરિયાઈ સીમા પાર કરી ભારત પહોંચી ગયો હતો. અહીં પોરબંદર મરીન ખાતે આ બાળ કિશોર અન્ય ખલાસીઓ સાથે આવ્યો હતો. પરંતુ તે વખતે તે 14 વર્ષનો હોવાથી પોરબંદરના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ દ્વારા રાજકોટના ન્યાયિક કસ્ટડીમા ઝોનલ ઓબ્ઝર્વશન હોમમાં મોકલવામાં આવ્યો હતો.
એ.યુ.ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે,'અઢી વર્ષ સુધી બાળ અદાલતમાં રહેલા આ બાળક યોગાની સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષા શીખી ગયું હતું. જોકે આ બાળકિશોર 16 વર્ષનો થયો ત્યારે એટ્લે કે રાજયના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર પોરબંદર SOG શાખાએ બાળકનો કબ્જો મેળવી ભારત સરકારના વિદેશ મંત્રાલયના નિર્ણય મુજબ રીપાર્ટેશન કરવાના ભાગરૂપે આઇ.સી.પી. અટારી રોડ, અમરીતસર ખાતે સોપીને બાળકને પાકિસ્તાન તેના વતનમાં મોકલવામાં આવ્યો હતો.'
બાળકે યોગ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી: તો વધુમાં મળતી વિગત મુજબ આ કિશોર રાજકોટના ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે શરૂઆતના સમયમાં મુંજવણમાં રહેતો હતો. સંસ્થાના કાઉન્સેલર દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરી તેમની મુંજવણો દુર કરવાનો પ્રયત્ન કરવામા આવ્યો હતો. કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે તેના વતન પરત ફરી શકશે. તેવી સમજ આપી હતી, જેથી આ સમય દરમિયાન બાળ કિશોર ગુજરાતી બોલતા શીખી ગયો. તેમજ અંગ્રેજી પાયાનું શિક્ષણ પણ મેળવ્યું હતું. જેમા તેમને અંગ્રેજીમાં સહી કરતા પણ શીખ્યો. તેમજ યોગાસનના અભ્યાસમાં નિપુણતા કેળવી ત્યારબાદ બાળક દ્વારા નિત્ય સવારે સંસ્થાના અન્ય બાળ કિશોરોને તેના દ્વારા યોગાસન અભ્યાસ કરાવવામાં આવતો હતો અને યોગ શિક્ષકની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો:
- અમરેલીના આ ખેડૂતે કૃષિમાંથી કેવી રીતે કરી કરોડોની કમાણી, જાણો તેમનો કૃષિ ફંડા
- ગુજરાતના શહેરોમાં 17 જગ્યાએ બનશે આવાસોઃ વ્યક્તિદીઠ રુ. 5ના ટોકનદરે મળશે સુવિધાયુક્ત હંગામી મકાન