અમદાવાદ: ભરણપોષણના કાયદા વિશે એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, ભરણ પોષણનો કાયદો મહિલાઓ, વૃદ્ધમાં બાપો, નાના બાળકો માટે છે CRPC હતી, ત્યારે 125 હેઠળ ભરણપોષણની લોકો માંગણી કરતા હતા અને ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ભરણપોષણની માંગણી કરવામાં આવતી હતી. હવે જ્યારે CRPC, BNSમાં કન્વર્ટ થઈ ગઈ છે, ત્યારે હવે કલમ 125ની જગ્યાએ કલમ 144માં ભરણપોષણની માંગણી થાય છે. એડવોકેટ શમશાદ પઠાણે વધુમાં જણાવ્યું હતું કે, ભરણપોષણના કાયદાનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. એ વાત કેટલાક કિસ્સાઓમાં પણ જોઈ શકાય છે. જેમ કે અતુલ સુભાષનો કેસ સામે આવ્યો છે પરંતુ જે લોકો ખરેખર પીડિત છે એ લોકો જ ભરણ પોષણની દાદ માંગે છે.
ભરણ પોષણના કાયદાનો હેતુ: એડવોકેટ શમશાદ પઠાણે આગળ જણાવ્યું હતું કે, 1973માં જ્યારે CRPC કોર્ટ બની, ત્યારે જ ભરણ પોષણની 125ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જેની પાછળનો ઉદ્દેશ્ય હતો કે કોઈપણ લગ્ન કરીને, કોઈપણ સ્ત્રીને અથવા તેના બાળકો અથવા ઘરડા માતા-પિતાને ત્રાસ કે ટોર્ચર ના કરે અને જો એમ થાય તો તે કોર્ટમાં આવીને ભરણપોષણ માટે દાદ માંગી શકે તેથી તેનો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે જ્યારે કોઈના ઉપર અત્યાચાર થાય તો તે રસ્તા ઉપર ના આવી જાય.
ભરણ પોષણના કાયદા હેઠળ કેટલા પૈસા મળે ?
હવે સવાલ એમ થાય છે કે, ભરણ પોષણના કાયદા હેઠળ કેટલા પૈસા મળે છે આનો જવાબ આપતા શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, સૌથી પહેલા જેણે ભરણ પોષણની માંગ કરી છે, એમની જરૂરિયાત જોવામાં આવે છે અને જેની પાસેથી ભરણપોષણ માંગવામાં આવે છે તેનું સામાજિક આર્થિક સ્ટેટસ શું છે તેને ધ્યાનમાં લઈને ભરણપોષણના પૈસા નક્કી કરવામાં આવે છે, અને એ પ્રમાણે ચુકાદો આપવામાં આવે છે.
એડવોકેટ શમશાદ પઠાણે આ અંગેની લીગલ પ્રોસેસ અંગે જણાવતા કહે છે કે, આની લીગલ પ્રોસેસ જુદી જુદી છે. જેમ કે કોઈ પત્ની અને તેના બાળકો હોય એ અત્યારે BNSની કલમ 144 મુજબ કોર્ટમાં ભરણ પોષણ માટે દાવો કરી શકે છે. ઘરડામા માતા-પિતા પણ ફેમિલી કોર્ટમાં પોતાના સંતાનો વિરુદ્ધ દાવો કરી શકે છે, આ ઉપરાંત ડોમેસ્ટિક વાયોલન્સ એક હેઠળ પણ ભરણ પોષણનો દાવો કરી શકાય છે અને માંગી પણ શકાય છે.
ફેમિલી કોર્ટમાં 10,000થી વધુ કેસો ફકત છૂટાછેડા અને ભરણપોષણના પેન્ડિંગ
ભરણપોષણના દરરોજના કેસ અંગે માહિતી આપતા જણાવ્યું કે આખા ગુજરાતની વાત કરીએ તો ફેમિલી કોર્ટમાં 10,000થી વધુ કેસો ફકત છૂટાછેડા અને ભરણપોષણના પેન્ડિંગ છે, છેલ્લા ત્રણ વર્ષમાં ૬૦ હજારથી વધારે કેસનો નિકાલ પણ કરવામાં આવ્યો છે, તેમ છતાં એ કોર્ટમાં કેસોનું ભારણ ખૂબ જ વધારે છે. આખા ગુજરાતમાં લગભગ 500થી વધારે ભરણપોષણ અને છૂટાછેડાના કેસ દરરોજ રજીસ્ટર થાય છે.
સીટી સિવિલ સેશન્સ કોર્ટમાં એક મેન્ટેનન્સનો કેસ મારી પાસે આવ્યો છે. જેમાં અરજદારના લગ્ન 2009માં થયા હતા. 2011માં તેમની સાથે મારકૂટ કરવામાં આવી હતી અને તેની FIR કરવામાં આવી હતી. અરજદારના બે બાળકો છે તેમની સાથે બે વખત મારકૂટ કરવામાં આવી હતી આ અંગે કેસ થયો અને એમને સમજાવીને ફરીથી ઘરે લઈ જવામાં આવ્યા હતા. કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે કોર્ટે અરજદાર પત્નીને માસિક 4000 અને તેમના બે બાળકોને પંદરસો રૂપિયા માસિક ભરણ પોષણ પેટે ચૂકવવાનો હુકમ આપ્યો હતો, એક મહિનાનો સમય વીતી ગયા છતાં, અત્યાર સુધીમાં એક રૂપિયો પણ કોર્ટમાં જમા કરાવવામાં આવ્યો નથી. - એડવોકેટ અસલમ બેલીમ, સેશન્સ કોર્ટ, અમદાવાદ