ETV Bharat / state

સોરઠના ઈતિહાસમાં આ વર્ષે પકડાયો સૌથી વધારે કિંમતના ડ્રગ્સનો જથ્થો - DRUGS SEIZED IN SORATH

2024નું વર્ષ સોરઠના ઈતિહાસમાં એટલા માટે પણ યાદગાર બની રહે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે સોરઠ પંથકમાંથી અધધ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે.

સોરઠના ઈતિહાસમાં આ વર્ષે પકડાયો સૌથી વધારે કિંમતના ડ્રગ્સનો જથ્થો
સોરઠના ઈતિહાસમાં આ વર્ષે પકડાયો સૌથી વધારે કિંમતના ડ્રગ્સનો જથ્થો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2024, 1:30 PM IST

Updated : Dec 18, 2024, 8:06 PM IST

જુનાગઢ: જુનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વેરાવળ બંદર પરથી 350 કરોડની કિંમતનું કોકેઈન,હેરોઈન અને મોરફીન પકડાયું છે, જે સંયુક્ત સોરઠ પંથકમાં પકડાયેલા આંતરરાષ્ટ્રીય નશાકારક પદાર્થનો સૌથી મોટો જથ્થો માનવામાં આવે છે. સમગ્ર મામલામાં પોલીસને પાકિસ્તાન અને ઈરાન સાથેના તાર પણ જોડાયેલા પણ જોવા મળ્યા છે.

સોરઠના ઇતિહાસમાં સૌથી વધુ નશાકારક પદાર્થ પકડાયો

વર્ષ 2023-24 હવે બિલ્કુલ પૂર્ણ થવાને આવે આવ્યું છે, ત્યારે છેલ્લાં એક વર્ષ દરમિયાન સોરઠ પંથકમાંથી ખૂબ મોટા પ્રમાણમાં કહી શકાય તે પ્રકારે નશાકારક ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

સોરઠના ઈતિહાસમાં આ વર્ષે પકડાયો સૌથી વધારે કિંમતના ડ્રગ્સનો જથ્થો (Etv Bharat Gujarat)

22મી ફેબ્રુઆરીની મધ્યરાત્રીએ વેરાવળ બંદર પરથી પોલીસે 350 કરોડના અંદાજિત 50 કિલો કોકેઇન,હેરોઇન અને મોરફીનનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ આરોપી વેરાવળના અને છ ઉત્તર પ્રદેશના પકડાયા હતા.

સમગ્ર ડ્રગ્સ માછીમારની બોટમાં મધદરિયે ઓમાનના કોઈ વ્યક્તિ દ્વારા બે મોટા કોથળામાં પેકિંગ કરીને માછીમારોને આપ્યું હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઈ હતી. જેમાં આટલો મોટો ડ્રગ્સનો જથ્થો મોકલનાર ઈરાની અને જામનગરનો એક વ્યક્તિ શંકાસ્પદ માનવામાં આવ્યા હતા.

ધામળેજ બંદર પરથી પાંચ કરોડનું ચરસ

પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ધામળેજ બંદર વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ પેકેટ પડ્યા હોવાની વિગતો મળતા પોલીસે ધામળેજ દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન 2 ઓગસ્ટ 2024ના દિવસે હાથ ધર્યું હતું. જેમાં એક-એક કિલોના પેકિંગમાં 10 કિલો સરસ બિનવારસુ હાલતમાં બંદર પર પડેલું જોવા મળ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય કિંમત પાંચ કરોડની આસપાસ થવા જાય છે.

આ વર્ષે સોરઠ પંથકમાંથી અધધ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
આ વર્ષે સોરઠ પંથકમાંથી અધધ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું (Etv Bharat Gujarat)

આ સિવાય 27 એપ્રિલના રોજ સાસણ નજીકથી જુનાગઢ પોલીસે બે આરોપીને 90 ગ્રામ ચરસ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે જુનાગઢ શહેરમાંથી આઠ જુન 2024ના દિવસે બે કિલો ગાંજા સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. તો 17 જૂન 2024ના દિવસે પોલીસને ફરી સફળતા મળી અને અમરેલીના ચાર શખ્સોને ૧૦ કિલો ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

  1. VIDEO: ઉનામાં નાશ કરવાના દારૂમાંથી પોલીસકર્મીએ કરી કટકી? પકડાઈ જતા PIને કહ્યું- સેમ્પલ મૂકવા...
  2. ગીરની સંસ્કૃતિ અને સિંહના રક્ષણ પર આધારિત ફિલ્મ 'સાસણ'ના કલાકારો સાથે ETV BHARATની ખાસ વાતચીત

Last Updated : Dec 18, 2024, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.