જુનાગઢ: આજથી 137 વર્ષ પૂર્વે 19 જાન્યુઆરી 1888ના રોજ બપોરે 3:00 વાગે જુનાગઢ સ્ટેશન પર પહેલી ટ્રેન આવતા જુનાગઢ રાજ્ય પ્રથમ વખત ટ્રેન સેવા સાથે જોડાયું હતું પ્રારંભના દિવસોમાં કોલસા દ્વારા આગગાડીમાંથી આજે 137 વર્ષ બાદ ઇલેક્ટ્રિકથી ચાલતી ટ્રેન પુરપાટ ઝડપે દોડતી જોવા મળે છે.
137 વર્ષ પૂર્વે જુનાગઢમાં પ્રથમ ટ્રેન: આજથી 137 વર્ષ પૂર્વે 19 જાન્યુઆરી 1888માં બપોરના 3:00 કલાકે પ્રથમ ટ્રેન આવવાની સાથે જુનાગઢ રાજ્ય ટ્રેન વ્યવહારથી જોડાયું હતું. રેલવે લાઈન બનાવવાનો વિચાર જૂનાગઢના નવાબ મહોબ્બત ખાન બીજાના કાર્યકાળમાં 1867માં થયો હતો. મુંબઈના ગવર્નર ડોક્ટર લોર્ડ રેના હસ્તે 11મી ડિસેમ્બર 1886ના રોજ પૂર્ણ કરવામાં આવી હતી, ત્યાર બાદ કાઠીયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ વોડ હાઉસની હાજરીમાં 19 જાન્યુઆરી 1888ના ગુરુવારના દિવસે બપોરે 3:00 કલાકે ટ્રેન આવી પહોંચતા તેનું સ્વાગત કરાયું હતું. જેમાં જુનાગઢના નવાબ સહિત અંગ્રેજ સરકારના અધિકારીઓ હાજર રહ્યા હતા. પહેલી ટ્રેનથી શરૂ થઈને આજે આધુનિક યુગમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી ઇલેક્ટ્રિક ટ્રેનનું જુનાગઢ સાક્ષી રહ્યું છે.
કોણે કરી પ્રથમ મુસાફરી?: જુનાગઢ આવેલી પ્રથમ ટ્રેનમાં જુનાગઢના નવાબ બહાદુરખાન ત્રીજાની સાથે અંગ્રેજ સરકારના અધિકારી કેપ્ટન કેનેડી દ્વારા સ્ટેશન પર ટ્રેનને આવકાર આપ્યા, બાદ તમામ લોકોએ જુનાગઢથી વડાલ તરફની પ્રથમ રેલવે યાત્રા કરી ત્યારબાદ જુનાગઢ પરત ફરેલી આ ટ્રેનને જુનાગઢ સ્ટેશન પર લશ્કર ઘોડેશ્વર અને બેન્ડની એક ટીમ દ્વારા વિશેષ સલામી આપીને પ્રથમ રેલવેને વધાવી હતી.
નરસૈયાની નગરી જુનાગઢ: નવાબના સમયમાં શરૂ થયેલી પ્રથમ રેલવેમાં કામ કરતા મજૂરો અને ગરીબ લોકોને ટ્રેનની ખુશીમાં ઇનામ પણ વહેંચવામાં આવ્યા હતા. ઇ.સ 1885 થી 11મી ડિસેમ્બર 1886 સુધીમાં જેતલસરથી વેરાવળ સુધીના બનાવવામાં આવેલા રેલ્વે માર્ગ પર 38.18.789.11 આના અને 04 પાઈનો ખર્ચ થયો હોવાનો ઉલ્લેખ જુનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલા પુસ્તક નરસૈયાની નગરી જુનાગઢમાં જોવા મળે છે.
આ પણ વાંચો: