સુરત: ડાયમંડ બુર્સની અંદર ખુલ્લા રોડ પર વિદ્યાર્થીઓની કાર પલટી થતા તરુણીનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું. બનાવને લઈને કાર ચાલક BBA ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગુરુવારે સાંજના સમયે કાર ચાલક વિદ્યાર્થીની બેદરકારી ભરી કાર ડ્રાઇવિંગ"ઝડપની મજા બની મોતની સજા": સુરતના ડાયમંડ બુર્સ પાસે કાર પલટી, એક તરૂણીનું મોતના કારણે ચાર વિદ્યાર્થીઓ પૈકી એક તરુણી વિદ્યાર્થીનું મોત થયું હતું. બનાવને લઇને અલથાણ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમાં, પોદાર રેસીડેન્સી, વેસુમાં રહેતો 18 વર્ષીય કાર ચાલક રાહુલ ચૌધરી ભગવાન મહાવીર કોલેજમાં BBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. રાહુલ તાજેતરમાં જ કલાસનો પ્રેસિડન્ટ બનતા ગુરુવારે સાંજે તે પિતાની ક્રેટા કાર (નં-જીજે-05-આર જી-5112) લઈ શિવસાગર રેસીડેન્સી, વેસુમાં રહેતી 17 વર્ષીય મૃતક દિશા બોખડિયા સહિત ચાર લોકો ફરવા ગયા હતા.
આ દરમિયાન ડાયમંડ બુર્સના રસ્તા પર રાહુલે કાર પર કાબુ ગુમાવતા કાર પલટી મારી જતાં દિશાનું મોત થયું હતું. રાહુલે ઘટના સમયે 100થી વધુની સ્પીડ પર કાર ચલાવતો હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે આરોપી કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: