ETV Bharat / state

જેમ શરીરની ફિટનેશ જરુરી છે તેમ વાહનોની પણ, જાણો તપાસ ના કરાવો તો શું થાય - VEHICLE FITNESS CENTRE IN BHAVNAGAR

ભાવનગર RTOમાં હવે ફિટનેશ સર્ટીફીકેટ વાહનોનું મળશે નહીં. વાહનોની ફિટનેશ ના હોય તો કેવી કાર્યવાહી અને ખર્ચ કેટલો થશે તેના વિશે જાણો.

ભાવનગરના કરદેજમાં વ્હીકલ ફીટનેશ સેન્ટર શરૂ
ભાવનગરના કરદેજમાં વ્હીકલ ફીટનેશ સેન્ટર શરૂ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ભાવનગર: તમારા બોડી ચેકઅપની જેમ હવે તમારે તમારા વાહનનું પણ હવે બોડી ચેકઅપ કરાવવું પડશે. ભાવનગરમાં જુન માસથી વ્હીકલ ફીટનેશ સેન્ટરનો પ્રારંભ થઇ ચુક્યો છે. જાણો નિયમો શુ છે ભાવ શુ છે અને ક્યા વાહનોને એક વર્ષે ફીટનેશ કરાવવુ જરૂરી છે. કેટલા પેરામીટરમાં તમારું વાહન ભંગારમાં જશે. જાણો બધું.

ભાવનગરના કરદેજમાં વ્હીકલ ફીટનેશ સેન્ટર શરૂ: શ્રીજી વ્હીકલ ફિટનેશ સેન્ટરના માલિક હરદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ગુજરાતમાં આવી ગયો છે છેલ્લા 2 વર્ષથી, પણ ઘણી જગ્યાએ ચાલુ થયા હતા ઘણી જગ્યાએ કાર્યરત ન થયા હતા. આ બધી જર્મન ટેકનોલોજીની મશીનરી છે અને સ્ક્રેપ પોલિસી છે કે ગવર્મેન્ટ જે છે એ આ ફિટનેસ સેન્ટર જ નક્કી કરશે કે 15 વર્ષ પછી આ વ્હીકલ રોડ ઉપર ચાલવા લાયક છે કે નહીં. જો આમાંથી તમે આ પેરામીટર્સમાં તમે ત્રણ વાર નાપાસ થાવ તો એ વાહનને તમારે સ્ક્રેપ કરવું પડે. જે રીપોર્ટ થાય એ સીધા બંધ કવરમાં આવે છે. બાકી પેરામીટર બહાર બતાવે છે.

હરદેવસિંહ રાણા ( સંચાલક, શ્રીજી વ્હીકલ ફીટનેશ સેન્ટર ) (Etv Bharat Gujarat)

વાહનોના પણ સુગર, બીપી માપવામાં આવશે: વધુમાં જણાવ્યું હતું કે, પેરામીટર્સ બધા જે છે તો પણ ફિટનેસ ના હોયને તો એક પ્રકારના રોડ ઉપર ચાલે છે બોમ્બથી કાંઈ ઓછા નથી. હવે કેવું છે અત્યારે તમારે જોવો છો વ્હિકલ ફિટનેસ થઈ રહી છે કે બહાર નીકળે જેમકે આ ફિટનેસ તમારું બોડી બે સેમ વસ્તુ છે. મને એટલી ખબર પડે કે તમે આજે તમારું બોડી ચેકઅપ કરાવ્યું છે તમને ખ્યાલ છે કે નહિ ભાઈ મને બધી, મારું હાર્ટ ઓકે છે,મારું સુગર ઓકે છે બીપી ઓકે છે. આજ બધા પેરામીટર નક્કી કરશે કે મારું વાહન ઓકે છે એટલે પાસનું સર્ટીફીકેટ મને મળ્યું છે. એક વર્ષની સંપૂર્ણ રોડ ઉપર ચાલશેને તો મને એટલો ખ્યાલ છે. 90 ટકા 95 ટકા વાહનની હિસાબે એકસીડન્ટ નહીં થાય પછી ડ્રાઇવરોની ભૂલે થાય તો કેહવાય નહિ.

છેલ્લા 10 વર્ષમાં નવા નોંધાયેલા વાહનો
છેલ્લા 10 વર્ષમાં નવા નોંધાયેલા વાહનો (Etv Bharat)

કેટલાના ખર્ચે તૈયાર થયો પ્લાન્ટ ફિટનેશનો: મને આ ફિટનેસ સેન્ટર શરૂ થયું ગુજરાતમાં બધા આરટીઓ જ્યાં જ્યાં ફિટનેસ સેન્ટર શરૂ થયા છે, એ બંધ થયા. એને મારે લગભગ જૂનથી શરૂ થઈ ગયું છે. કાયદો આવી ગયો છે જૂનથી કે જ્યાં ફિટનેસ સેન્ટર શરૂ થઈ ગયા છે એ બધા આરટીઓએ બંધ કરી દેવા. આ બધા ઇમ્પોર્ટ કરેલા છે અમુક જર્મન ટેકનોલોજી છે અમુક યુરોપ થી આવેલા છે એની બધી એજન્સીઓ છે ગુજરાતમાં છે મહારાષ્ટ્રમાં છે ત્યાંથી આવ્યા છે. આખો ફિટનેસ સેન્ટરનો ખર્ચ 4 થી 4.5 કરોડની આજુબાજુ થાય છે.

જિલ્લાના કુલ કેટલા વાહનો હોવાનો અંદાજ: એવરેજ ભાવનગર જિલ્લાના જે પ્રમાણે વ્હીકલ છે, એ પ્રમાણે તમે સમજોને કે 25 થી 30 હજાર વ્હીકલ ભાવનગર જિલ્લામાં છે. એમાંથી થોડા ઘણા છે થોડા ઘણા વેચાઈ ગયા હોય છે. દિવસની 30ની આસપાસ ગાડી અહી આવે છે.

ફીટનેશ કરાવવાની કિંમત અને ના કરાવો તો: એની પ્રક્રિયા એવી છે 24 કલાકમાં જે ખરાબી આવી હોય તેને રીપેર કરાવી અને પછી તમે 24 કલાક પછી તમે પાછા આવો ત્યારે એની ફિટનેસ ફરીથી થઈ શકે. ફિટનેસ ના હોય એને ઇનસ્યોરન્સ મળવા પાત્ર નથી. તે વ્યકિત જ્યારે ફિટનેસ કરાવવા આવશે ત્યારે ફિટનેસ જેટલી પેન્લટી ગવર્મેંટ ચાર્જ કરે છે કોઈમાં 15 ટકા હોય છે જ્યારે કોઈ કેસમાં વધારે હોય છે. અમારે જૂનથી અત્યાર સુધીમાં 8500 જેટલા વાહનો ફિટનેશમાં આવી ચૂક્યા છે. 600 થી લાઈન 1500 સુધી ફિટનેસ કરાવવાનો ચાર્જ છે.

RTOમાં થયું બંધ પણ 10 વર્ષમાં નોંધાયેલા વાહનો: ભાવનગર જિલ્લાના RTO અધિકારી ઈન્દ્રજીત ટાંકે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કેટલાક વાહનો એવા છે કે જે 15 વર્ષ કરતા વધુ સમયના છે તે જાણી શકાય નહીં, પરંતુ છેલ્લા 10 વર્ષમાં કેટલા વાહનો નોંધાયા તે જરૂર જાણી શકાય છે. ફિટનેસ સેન્ટર શરૂ થયા બાદ છેલ્લા પાંચ મહિનાથી આરટીઓમાં ફિટનેસની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. સોમનાથ હાઇવે પર ઉભેલા ટ્રકની પાછળ બસ અથડાઈ, બે બાળકો સહિત 6 લોકોએ જીવ ગુમાવ્યો
  2. વર્ષ 2024 ભાવનગર જિલ્લા માટે કેટલું યાદગાર, જાણો બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
  3. ભાવનગરમાં પ્રવેશવાના રોડ હવે નહીં રહે સિંગલ પટ્ટી: હાઇવે પરથી મળશે બીજો વિકલ્પ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.