ETV Bharat / state

સુરતના આ ખેડૂત કોઠા સૂઝથી 2 વીઘામાંથી વર્ષે 8-10 લાખ રૂપિયાની કમાણી કરે છે - SURAT FARMER

આ ખેડૂત છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામના હેમંતભાઈ પટેલ, જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને 'ફ્યૂચરિસ્ટીક ફાર્મિંગ' અપનાવ્યું છે.

સુરતના ખેડૂતે ખેતીમાં કરી કમાલ
સુરતના ખેડૂતે ખેતીમાં કરી કમાલ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 10:31 PM IST

Updated : Jan 17, 2025, 10:46 PM IST

સુરત: પ્રકૃતિને ખીલવતી પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ખેડૂતોને સમૃદ્ધિની દિશા મળી છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારતમાં આજે પ્રાકૃતિક ખેતીએ મિશન મોડમાં વેગ પકડ્યો છે. વાત છે એક એવા ખેડૂતની કે, જેણે પ્રાકૃતિક ખેતી સાથે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગને જીવનનું મુખ્ય ધ્યેય માની લીધું છે અને આવનાર પાંચ-દસ વર્ષનું આયોજન કરીને 8 વીઘામાં 3500 ખજૂરીનું વાવેતર કરીને વર્ષ 2026માં આરોગ્યવર્ધક પીણું નીરોની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનું સપનું સેવ્યું છે.

ગાર્ડન લોન અને ક્રિકેટ પીચ લોનથી લાખોમાં કમાણી
આ ખેડૂત છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામના હેમંતભાઈ પટેલ, જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને 'ફ્યૂચરિસ્ટીક ફાર્મિંગ' અપનાવ્યું છે. સાથોસાથ તેઓ માત્ર બે વીઘામાં ગાર્ડન લોન અને ક્રિકેટ પીચ લોન (ઘાસ)નું વાવેતર કરી તેના વેચાણ થકી વર્ષે દહાડે રૂ.08 થી 10 લાખની આવક મેળવી રહ્યા છે.

સુરતના ખેડૂતે ખેતીમાં કરી કમાલ (ETV Bharat Gujarat)

11 વીઘા જમીનમાં કરે છે પ્રાકૃતિક ખેતી
ફાર્મિંગ ક્ષેત્રે મોટા પાયે પ્રયોગ કરતા સાહસિક ખેડૂત હેમંતભાઈ પટેલે કહ્યું કે, હું છેલ્લા 35 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. 11 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી શેરડી, ઘઉં, ચણા, શાકભાજી, ફ્રુટ જેવા પાકોની મિશ્ર પાક સહજીવન પદ્ધતિ થકી ખેતી કરૂ છું. ઓર્ગેનિક ખેતી સાથે ખેતરના શેઢે 50 નાળીયેરીની બોર્ડર કરી છે અને તેની સાથે 50 સરગવાનું પણ વાવેતર કર્યું છે. આ સાથે ઘણા પ્રકારના શાકભાજી વાવીએ છીએ. જેમાં બ્રોકલી લેટેસ્ટ, કોબિજ, ફુલાવર, પરવળ, ભીંડા, દૂધી, સરગવો, ફણસી, પાલક, કારેલા, મૂળા, ગાજર, ટામેટા, મરચી, હળદર, કંટોળા, ડ્રેગન ફ્રુટ, કેળા, દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, કમરખ, પાઈનેપલ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા અને પપૈયા જેવા ફળના 12થી 13 પાકો છે. સાથે 10 વર્ષ પહેલા ખેતરના શેઢે 10 ખજૂરી વાવી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન શરૂ થવાથી માત્ર એક જ સિઝનમાં સારી આવક મળી. એટલે આવનાર પાંચ-દસ વર્ષનો વિચાર કરીને 8 વીઘામાં 3500 ખજૂરીના વાવેતર કર્યું છે.

સુરતના ખેડૂતે ખેતીમાં કરી કમાલ
સુરતના ખેડૂતે ખેતીમાં કરી કમાલ (ETV Bharat Gujarat)

હવે ડોલરમાં કમાણી કરવાનું સપનું
વધુમાં હેમંતભાઈ કહ્યું હતું કે, શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા નીરો એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું છે. 3500 ખજૂરીમાંથી વર્ષ 2026માં ઉત્પાદન શરૂ થશે એટલે તેમાંથી રોજનું ત્રણ હજાર લીટર નીરાનો ઉતારો આવશે. નવેમ્બરથી શિયાળો પૂર્ણ થાય ત્યાં સુધી મળે છે. તેનું મૂલ્યવર્ધન કરીને તેનું પ્રોડક્ટ્સ બનાવીને નીરાની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનો વિચાર કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, તેની અંદાજિત કિંમત 60 રૂપિયા લેખે રોજની 1.80 લાખની આવક મળી રહેશે. આ નીરાનું પ્રોડકશન એક સિઝનમાં 120થી 150 દિવસ સુધી ચાલતું હોય છે.

ઘાસની ખેતીમાં લાખોની કમાણી
આ ઉપરાંત હેમંતભાઈએ બે વીઘા ખેતરમાં સિલેક્શન વન અને અમેરિકન બ્લ્યુ વેરાયટીની લોનનું ગાર્ડનની લોનનું વાવેતર કર્યું છે. સિલેક્શન વન વેરાયટી એ ક્રિકેટ ગ્રાઉન્ડ માટે તેમજ અમેરિકન બ્લ્યુ એ ગાર્ડનિંગ માટે સુરત સહિત નવસારી, બારડોલી, ચીખલી, વલસાડની નર્સરીમાં સપ્લાય કરે છે. જેમાંથી વાર્ષિક 08 થી 10 લાખની આવક માત્ર બે વીઘા માંથી મળે છે. આ સાથે શેરડીનું વાવતેર પણ કર્યું હતું, જેમાં ગત વર્ષે માર્ચ મહિનામાં મલ્ચિંગ કરવાથી ઓછા પાણીમાં સારી ગુણવત્તાની શેરડી ઉત્પાદિત કરી શકાય છે. મલ્ચિંગ કરવાથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે છે.

જુદા જુદા પાક લેવાથી જમીન બની વધુ ફળદ્રુપ
પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક સહજીવનની પદ્ધતિ સમજાવતા હેમંતભાઈ કહે છે કે, જમીનમાં એક પાકને જોઈતા પોષક તત્વો ઘણીવાર બીજા પાક દ્વારા પણ મળતા હોય છે. ત્યારે એ બંને પાકોને જો સાથે જ વાવી અને તેનો ઉછેર કરવામાં આવે તો બંનેને એકબીજાને જોઈતા પૂરક પોષક તત્વો મળી રહે છે. આ માટે કોઈપણ અન્ય ખાતરની જરૂર પડતી નથી, માત્ર છાણનું ખાતર જ પૂરતું છે. રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં ઘણા ફેરફાર આવતા જોવા મળ્યા છે. જેમાં જમીનની ફળદ્રુપતા ખૂબ વધારે જોવા મળી તેમજ જમીન ભરભરી થવા લાગી છે. જમીનમાં અળસિયાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જમીન વરસાદી પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી ઉત્પાદનમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે.

ખેતીમાં સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટથી પણ વધુ કમાણી
હેમંતભાઈના પુત્ર જયે કહ્યું કે, પિતા સાથે હું પણ આધુનિક ખેતીમાં મદદરૂપ થઈ રહ્યો છું. અન્ય વ્યવસાયથી વધુ ખેતીમાં વિશેષ કમાણી છે. મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટથી પણ વધુ અર્નિંગ ખેતીમાં થશે. લાંબા ગાળાના રોકાણમાં મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક 6થી 8 ટકાની આવક મળે છે. સ્ટોક માર્કેટમાં પણ લાંબા ગાળાનું રોકાણ કરીએ તો દસથી બાર ટકા કે તેનાથી વધુ 15થી 18 ટકા સુધીનો ગ્રોથ જોવા મળે છે. આ સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ તો વાર્ષિક 30થી 40 ટકા જેટલી વૃદ્ધિ થાય છે. એ પણ સારુ માર્કેટ હોય તો, જ્યારે આ બધા જ વ્યવસાયથી પરે ખેતીમાં સો ટકાથી પણ વધુ અર્નિંગ થઈ રહી છે એમ હું માની રહ્યો છું.

આ પણ વાંચો:

  1. મહિને દોઢ લાખનો ખર્ચઃ રોજ ખાય છે ડ્રાયફ્રુટ્સ કચ્છના રણની રેસમાં જીતેલો આ ઘોડો
  2. VIDEO: ચાલુ શાળામાં સિંહણ ઘુસી ગઈ, મારણ કર્યું, શિક્ષકો-વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પૂરાઈ ગયા

Last Updated : Jan 17, 2025, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.