અમદાવાદ : આજે 18 જાન્યુઆરી, શનિવારના રોજ ચંદ્ર સિંહ રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આજે આપને આપના ઉગ્ર સ્વભાવ પર કાબૂ રાખવાની સલાહ છે. આજે શારીરિક અને માનસિક ઉત્સાહ જાળવી રાખવા માટે પૌષ્ટિક ભોજન લેવાની તેમજ મેડિટેશન કરવાની સલાહ છે. ઈચ્છિત સફળતા મેળવવા માટે સખત પરિશ્રમની પણ તૈયારી રાખવી. સંતાનોની બાબતમાં આપની વ્યસ્તતા વધુ હે. કામની દોડાદોડમાં પરિવાર પ્રત્યે ઓછું ધ્યાન અપાય પરંતુ તમારી પ્રગતિ જોઈને તેઓ કોઈ ફરિયાદ નહીં કરે. વર્તન અને આયોજનોમાં ધૈર્ય અને પરિપકવતા રાખવાની સલાહ છે. મુસાફરી કરવાનું આજે ટાળવું. સરકારી કાર્યોમાં સફળતા મળે.
વૃષભ: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપ આપનું કોઇપણ કાર્ય દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરશો અને તેમાં સફળતા પણ મેળવશો. પિતૃપક્ષ તરફથી આપને કોઇ લાભ થાય. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં રૂચિ જાળવી શકે. સરકારથી લાભ થાય અથવા સરકાર સાથેના આર્થિક વ્યવહારમાં સફળતા મળે. સંતાનો પાછળ ખર્ચ કે મૂડી રોકાણ કરો. કલાકાર અને ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પરફોર્મેન્સ તેમજ પ્રતિભા દેખાડી શકશે.
મિથુન: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. દિવસની શરૂઆતથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. ભાગ્યવૃદ્ધિની તક સાંપડશે. ઝડપથી પલટાતા વિચારો આપને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકશે. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. મિત્રો, સગાંસ્નેહીઓ અને પડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. આર્થિક દૃષ્ટિએ આપને લાભ થવાના યોગ છે.
કર્ક: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે મનમાં થોડી હતાશાના કારણે ખિન્નતા અનુભવશો. પરિવારમાં સભ્યો સાથે ગેરસમજ કે મનદુ:ખ થાય. અહમની ભાવનાથી કોઇની લાગણી દુભાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ચિત્ત એકાગ્રતા ન રહે. ધનખર્ચમાં વધારો થાય. અસંતોષની લાગણીથી મન ઘેરાયેલું રહે. અનૈતિક પ્રવૃત્તિઓમાં ન પડવાની સલાહ છે.
સિંહ: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આત્મવિશ્વાસ ત્વરિત નિર્ણય લઇને કાર્યમાં આગળ વધી શકશો. સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થાય. વાણી વર્તનમાં ઉશ્કેરાટ તેમજ કોઇ સાથે અહમનો ટકરાવ થવાની સંભાવના છે. પિતા કે વડીલવર્ગ દ્વારા લાભ પ્રાપ્તિ થાય. આરોગ્ય અંગે થોડી ફરિયાદ રહે. લગ્નજીવનમાં મધુરપનો અનુભવ કરશો. સરકારી કામકાજો ઝડપથી પાર પડતા લાગે.
કન્યા: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આપ શારીરિક અને માનસિક ચિંતાથી થોડા વ્યગ્ર રહેશો. કોઇની સાથે ઝઘડો ટંટો થવામાં આપનો અહમ કારણભૂત બનશે. આકસ્મિક ધનખર્ચ આવી પડે. દાંપત્યજીવનમાં ખટરાગ ટાળવા માટે કોઈપણ મુદ્દો કે કામ ધીરજથી અને શાંત ચિત્તે ઉકેલવાનો પ્રયાસ કરવો. માનસિક અને શારીરિક તંદુરસ્તી થોડી નરમગરમ રહે. હાથ નીચેના માણસો તેમજ નોકર વર્ગ તરફથી અપેક્ષા કરતો ઓછો સહકાર અનુભવાય.
તુલા: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. ગૃહસ્થજીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે આવક વૃદ્ધિના યોગ છે. ઓફિસ વ્યવસાયના ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ રહે. બઢતી મળવાના સંકેત મળે. કુટુંબીજનો અને મિત્રવર્તુળ સાથે ખુશ રહેશો. આનંદદાયક પર્યટન થાય. વેપારી વર્ગને લાભદાયક વેપાર થાય, ઉત્તમ લગ્નસુખ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપના તમામ કાર્યો સરળતાપૂર્વક પાર પડતા જણાય. ગૃહસ્થજીવનમાં આનંદ અને સંતોષ અનુભવશો. આરોગ્ય સારું રહેશે. સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલવર્ગની કૃપાદૃષ્ટિ રહેશે. સંતાનોની સંતોષજનક પ્રગતિથી આનંદ અનુભવાય. ઉઘરાણીના નાણાંની વસૂલાત થશે.
ધન: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે કોઇપણ જોખમકારક પગલું આપને મુશ્કેલીમાં મૂકી દે તેવું બને. આવી સ્થિતિમાં દરેક કામ અથવા દરેક નિર્ણય સમજી વિચારીને લેવાની સલાહ છે. અતિ લોભવૃત્તિથી દૂર રહેવું. કોઇપણ કાર્ય કરવામાં ઉમંગ ઉત્સાહ જાળવી રાખવો અને એકલા ના થઈ શકે તેવા કામમાં વહેંચણી પણ કરવી. શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થતા માટે મેડિટેશન કરવું. નોકરી- ધંધામાં હરીફાઈના કારણે તમારી ગતિ અપેક્ષા કરતા ઓછી રહે. ઓફિસમાં ઉપરી અધિકારીઓ સાથે શાંતિથી વાત કરવાની સલાહ છે.
મકર: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજે આપને નકારાત્મક વિચારોથી દૂર રહેવા અને ખાનપાન પર ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ઓચિંતો ધનખર્ચ થાય, સારવાર પાછળ ખર્ચ થવાની પણ સંભાવના છે. વેપારમાં ભાગીદારો સાથે આંતરિક મતભેદો શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. ક્રોધાવેશ પર કાબૂ રાખવાથી સંખ્યાબંધ સમસ્યાઓને ડામી શકશો. સામાજિક કાર્ય પ્રસંગે મુસાફરીના યોગ છે. ઓફિસમાં આપની વહીવટી કૌશલ્ય દેખાઇ આવશે.
કુંભ: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. પ્રણય, રોમાન્સ, પ્રવાસ પર્યટન અને મનોરંજન આપના આજના દિવસનો એક હિસ્સો બની રહેશે. કુટુંબીજનો અને મિત્રો સાથે ક્યાંક ભોજન લેવા જવાનું થાય. ઉત્તમ વસ્ત્રાભૂષણ અને વાહન પ્રાપ્તિના યોગ છે. ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. જાહેર જીવનમાં નામના અને પ્રતિષ્ઠા મળે. દૃઢ આત્મવિશ્વાસથી કાર્ય સફળતા મેળવશો.
મીન: ચંદ્ર આજે સિંહ રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. રોજિંદા કાર્યો વિના અવરોધે પાર પડશે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે જેથી વાણી અને વર્તનમા સંભાળીને કામ કરવાની સલાહ છે. પ્રતિસ્પર્ધીઓને મહાત કરી શકશો. સહકર્મચારીઓનો સાથ સહકાર તમારા વ્યવસાયક્ષેત્રે કામને સરળ બનાવશે. મોસાળપક્ષ તરફથી લાભ થાય.