ETV Bharat / state

વાહ અદ્ભુત! કચ્છની આ તસ્વીરનો વિશ્વમાં ડંકો, ટૉપ 15માં ભારતની એકમાત્ર તસવીર - DRONE PHOTOGRAPHY

કચ્છના ડ્રોન પાયલોટની કચ્છની ભૌગોલિક વિવિધતા દર્શાવતી ડ્રોન તસવીર વૈશ્વિક સ્તરે ઝળકી છે. વિશ્વના લાખો ડ્રોન ફોટોગ્રાફમાં ટોપ 15 માં ભારતની એક માત્ર તસવીર છે.

કચ્છના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈ
કચ્છના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 18, 2024, 4:19 PM IST

કચ્છ : સૂકા રણપ્રદેશ કચ્છની ભૂમિ ભૌગોલિક વિવિધતાથી સમૃદ્ધ છે. કચ્છની ભૂમિ પર વિભિન્ન રંગો અને ભૂમિ નીચે અનેક ખનીજ તત્વો ધરબાયેલા છે. હાલમાં જ કચ્છની ભૌગોલિક વિવિધતા ધરાવતી એક તસવીર વૈશ્વિક સ્તરે ચમકી છે. આ તસવીર ભુજના ડ્રોન પાયલોટ અભિષેક ગુસાઈ દ્વારા કેદ કરવામાં આવી છે. આ તસવીરને ગ્લોબલ સ્પર્ધામાં લાખો તસવીરોમાં પસંદ કરવામાં આવી છે.

ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈ : ભુજના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈ છેલ્લા 3 વર્ષથી ડ્રોન ફોટોગ્રાફી કરે છે. તેઓ કચ્છના વિવિધ એક્સપ્લોરર અને અનેએક્સ્પ્લોર સ્થળોની મુલાકાત લઈને પોતાના ડ્રોન મારફતે આકાશી દ્રશ્યોના વિડિયો અને ફોટો ક્લિક કરે છે. જે સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે. અભિષેક ગુસાઇ સરકાર માન્ય ડ્રોન પાયલોટ છે.

કચ્છના ડ્રોન ફોટોગ્રાફરનો વિશ્વમાં ડંકો વાગ્યો (ETV Bharat Gujarat)

વૈશ્વિક ડ્રોન ફોટોગ્રાફી સ્પર્ધા : DJI કંપની,જે એક આંતરરાષ્ટ્રીય કેમેરા, ડ્રોન, ગિંબલ જેવા ઇક્વિપમેન્ટ બનાવતી કંપની છે. આ કંપની દર વર્ષે એક એન્યુઅલ ફોટોગ્રાફી કોમ્પિટિશનનું આયોજન ગ્લોબલ સ્તરે કરે છે. જેના દસમા એન્યુઅલ ગ્લોબલ ડ્રોન ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં આખા વિશ્વના લાખો ફોટોગ્રાફરે પોતાની ડ્રોન તસવીરો સબમીટ કરાવી હતી. જે પૈકી કચ્છના અભિષેક ગુસાઈએ પણ પોતાની બેસ્ટ ડ્રોન તસવીર સબમીટ કરાવી હતી.

ગુરુ ગ્રહની સપાટી જેવી કચ્છની ભૂમિ : અભિષેક ગુસાઈએ પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ પાસેની નદીની તસવીર લીધી છે. અહીં જમીન પર વરસાદ બાદ વિવિધ રંગો જોવા મળે છે. જેમાં વાદળી, નારંગી, પીળા, લાલ રંગની ભૂમિ જાણે ગુરુ ગ્રહનો અનુભવ કરાવતી હોય તેવા દ્રશ્યો અભિષેકભાઈએ ડ્રોન કેમેરામાં કેદ કર્યા હતા. કચ્છના આ અદભુત નજારાની ચર્ચા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ કરવામાં આવી હતી.

ટોપ 15 ભારતની એકમાત્ર તસવીર
ટોપ 15 ભારતની એકમાત્ર તસવીર (DJIglobal)

અલૌકિક ફોટો વિશ્વભરમાં છવાયો : અભિષેક ગુસાઈએ જણાવ્યું કે, નાની અરલ ગામ પાસેના રોડની બાજુમાં આ નદી પસાર થયા છે, ત્યાંની મુલાકાત લીધી હતી. ત્યારે વિવિધ આકર્ષક રંગો જોવા મળ્યા હતા. આ દ્રશ્યોને એરિયલ વ્યુ તરીકે કેદ કરવા ડ્રોન કેમેરો ફ્લાય કર્યો ત્યારે આ અદભુત નજારો સામે આવ્યો હતો. ડ્રોનના દ્રશ્યોમાં આસપાસના પથ્થરોનું નિર્માણ અને રંગ જાણે ગુરુ ગ્રહનો આભાસ કરાવે છે.

વિશ્વની ટોપ 15 માં ભારતની એક તસવીર : આ વિસ્તારની ડ્રોન તસવીર ગ્લોબલ સ્તરે છવાઈ છે. આ તસવીરને વિશ્વની બેસ્ટ 15 ડ્રોન તસવીરોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. જે ભારતની એક માત્ર તસવીર છે. આ કચ્છ માટે ગૌરવની વાત છે અને કચ્છના પ્રવાસન માટે પણ લાભદાયક રહેશે. આ જગ્યાનો ડ્રોન વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. સાથે જ ગુજરાત ટુરિઝમ, ઇન્ક્રેડિબલ ઇન્ડિયા અને તાઇવાન ગવર્મેન્ટના સોશિયલ મીડિયા પેજ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો હતો.

રંગબેરંગી પથ્થર કેવી રીતે બને છે ? ઉલ્લેખનીય છે કે, નાની અરલ એટલે કે ધીણોધર ડુંગરની આસપાસ જુદા જુદા પ્રકારના પથ્થર જોવા મળે છે. જેમાં મૃત જ્વાળામુખીની આસપાસના પથ્થરો પણ છે.જ્વાળામુખી હોય તેવા ખડકોમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે. દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય છે. જેના કારણે હજારો વર્ષોના લિંચિંગ પ્રક્રિયાના કારણે ખડકો પર આવા વિવિધ રંગો સાથેની રચના જોવા મળતી હોય છે.

આ વીડિયોમાં દેખાતા લાલ, નારંગી અને ચેરી રંગના ખડકો આયર્ન નામના કેમિકલના કારણે થાય છે. આ ઘટનાને આયર્નના લિચિંગ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. લાંબા ગાળે આયર્ન પથ્થરોમાં લિંચિંગ થઈને ઘણી જગ્યાએ ફ્લો થાય અને એકત્રિત થાય ત્યારે પથ્થરોમાં અલગ અલગ રંગ આવે છે. જે ક્યારેક પીળા ક્યારેક લાલ તો ક્યારેક કાળા રંગ આપે છે.

  1. “કોઈન ઓફ કચ્છ” થકી આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં ભુજના ચિત્રકારે સિક્કો જમાવ્યો
  2. કચ્છના સિયોત સ્થિત પ્રાચીન કટેશ્વર બૌદ્ધ ગુફા, ઐતિહાસિક ધરોહરનો છે 'ખજાનો'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.