રાજકોટ:ઈન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલીમાં પોલીસ દ્વારા રાત્રીના સમયે ટાઈપીસ્ટ દિકરીનું સરાજાહેર સરઘસ કાઢનારાઓએ સામે કાયદાકીય પગલાં લેવાય તે માટે રાજ્યપાલને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે કાયદાનો ભંગ કરનાર તેમજ સત્તાના જોરે પોલીસ તંત્ર ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરનારા વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયાને ધારાસભ્ય પદેથી દુર કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.
તાજેતરમાં અમરેલી શહેરમાં ટાઈપીસ્ટ તરીકે કામ કરનાર સામાન્ય પરીવારની દિકરીની રાત્રીના સમયે ઘરપકડ કરી તે જ સમયે તેનું જાહેર સરધસ કાઢવાની ઘટના બની હતી. આ ઘટનાને લઈને ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા આ ઘટનાથી ખુબજ દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો, અગ્રણીઓ હોદ્દેદારો સહિતનાઓએ એકત્રિત થઈને સુત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
ઉપલેટા શહેરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું (Etv Bharat Gujarat) અમરેલી જીલ્લાના ભાજ૫ના બે જુથના આંતરીક વિખવાદો અને સાંખમારીને લઈને વર્તમાન ધારાસભ્ય અને નાયબ દંડક કૌશીકભાઈ વેકરીયા વિરુદ્ધ ટાઈપ કરાવેલ પત્ર વાઈરલ થયો હતો. સામાન્ય નોકરી કરનાર દિકરીના ઓફિસ માલીક દ્વારા દીકરીને કહીને પત્ર ટાઈપ કરાવવામાં આવ્યો હતો. પકરાંટું આ સમગ્ર ઘટનામાં જાણે ટાઈપીસ્ટ દિકર કોઈ ગંભીર ગુનેગાર હોય, કે તેણે કોઈ આતંકવાદી કૃત્ય કર્યું હોય તેમ તેની ધરપકડ કરવાં આવી હતી. અહીં સમગ્ર ઘટનામાં રાત્રિના સમયે તેનું જાહેર સરઘસ કાઢવામાં આવ્યું હતું.
ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું (Etv Bharat Gujarat) ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું (Etv Bharat Gujarat) આમ આ ઘટનામાં કાયદાનો અમલ કરનાર પોલીસ તંત્ર દ્વારા કાયદા વિરુદ્ધ જઈ રાત્રીના સમયે દીકરીની ધરપકડ કરી તેનું જાહેર સરધસ કાઢી તેના સન્માન અને આબરૂને લાંછન લગાડનાર કૃત્ય આચરવામાં આવ્યું હતું. માહિતી અનુસાર જાણવા મળે છે કે, સત્તાના જોરે પોલીસ તંત્ર ઉપર દબાણ કરીને અમરેલીના ધારાસભ્ય કૌશીકભાઈ વેકરીયાએ આ કૃત્ય આચર્યાની માહિતી મળી છે.
ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું (Etv Bharat Gujarat) અમરેલીમાં બનેલ આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના પડઘા પડ્યા છે. જેમાં આ સરઘસ કઢાવવા માટે પોલીસ તંત્રને મજબુર કરનાર ધારાસભ્ય કૌશીકભાઈ વેકરીયાને ધારાસભ્ય પદેથી દુર કરવા જોઈએ, લોકતંત્રની આબરૂને બચાવવી જોઈએ, તેમજ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, તેવી માંગણીઓને લઈને ગુજરાત રાજ્યના રાજ્યપાલને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં સૂત્રચાર કરી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું (Etv Bharat Gujarat) આ પણ વાંચો:
- કડીમાં કરોડોની ઠગાઈ: આરોપી શિક્ષક દંપતીની મિલકતની તપાસ કરાશે
- એક સમયે ફી ભરવા માતા કિડની વેચવા તૈયાર હતી, પાલનપુરની આ માતાનો દીકરો બન્યો CA