ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ આગ દુર્ઘટનામાં મોતનો મલાજો જાળવવા 24 કલાક ધમધમતી ગાંધીનગર FSL લેબ - Rajkot Fire Accident Updates - RAJKOT FIRE ACCIDENT UPDATES

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે FSL ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ FSL ખાતે મૃતકોના DNA રીપોર્ટ તૈયાર કરવાની કામગીરીની સમીક્ષા કરી છે. DNA સેમ્પલને બનતી ત્વરાએ ગાંધીનગર પહોંચાડવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ છે. Rajkot Fire Accident Updates FSL Office 24x7 Working DNA Testing Harsh Sanghvi

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 7:36 PM IST

ગાંધીનગરઃ રાજકોટની ગેમઝોન આગ દુર્ઘટના બાદ હાલ FSL વિભાગ દ્વારા મૃતકોના DNA કલેક્ટ અને મેચ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે FSL વિભાગ ખાતે પહોંચી આ કામગીરીની સમીક્ષા કરી હતી અને મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે 18થી વધુ સભ્યોની FSL ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી હોવાની વિગતો આપી હતી.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

એર એમ્બ્યુલન્સઃDNA કલેક્ટ કરવાથી લઇ તેનો ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવા સુધીની તમામ કામગીરીની વિગતવાર માહિતી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મૃતદેહમાંથી DNAના સેમ્પલ લેવા માટે બ્લડની જરૂર હોય છે, રાજકોટની ઘટનામાં બ્લડ ન હોવાથી મૃતકોના બોન્સને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તાત્કાલીક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ FSLની ટીમે કામગીરી શરૂ કરી દીધી છે. સૌપ્રથમ આવેલા DNA સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટ્મૉર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતાં. DNA સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ 8 તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે.

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

વિવિધ તબક્કાઃ પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલીસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં DNAની ક્વોન્ટીટી અને ક્વોલીટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે. ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ DNA નમૂનાઓનું પી.સી.આર. એટલે કે, DNA સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે. પાંચમા તબક્કામાં DNA પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ DNA પ્રોફાઈલનું એનાલીસીસ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાક સમય લાગે છે.

ફાયનલ રિપોર્ટઃ આ ઉપરાંત સાતમા તબક્કામાં એનાલીસીસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. તેમજ અંતિમ અને આઠમા તબક્કા હેઠળ DNA રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે.

  1. ગેમઝોનને ટેમ્પરરી સ્ટ્ર્કચર ન ગણી શકાય-હાઈકોર્ટ, રાજકોટ અગ્નિકાંડ કેસમાં 4.5 કલાક સુનાવણી ચાલી - Rajkot Fire Accident
  2. Updatesરાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ: 28 લોકો ભડથું થયાં તે પહેલાના CCTV દ્રશ્યો આવ્યા સામે - Rajkot TRP Game Zone Fire Mishep

ABOUT THE AUTHOR

...view details