ETV Bharat / bharat

છત્તીસગઢમાં મોટો નક્સલી હુમલો, 8 જવાન શહીદ - NAXALITE ATTACK IN CHHATTISGARH

છત્તીસગઢમાં નવા વર્ષ પર નક્સલવાદીઓએ મોટો લોહિયાળ ખેલ્યો. શનિવાર અને રવિવારના રોજ અબુઝમાડમાં એન્કાઉન્ટર પછી સોમવારે પાછા બેઝ કેમ્પ પરત ફરતા સૈનિકોને નક્સલીઓએ નિશાન બનાવ્યા.

છત્તીસગઢ નક્સલી હુમલો
છત્તીસગઢ નક્સલી હુમલો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2025, 9:08 AM IST

રાયપુર\બીજાપુર\દંતેવાડા: છત્તીસગઢમાં નવા વર્ષ પર નક્સલવાદીઓએ મોટો લોહિયાળ ખેલ્યો હતો. શનિવાર અને રવિવારના રોજ અબુઝમાડમાં એન્કાઉન્ટર પછી સોમવારે પાછા બેઝ કેમ્પ પરત ફરી રહેલા સૈનિકોને નક્સલીઓએ નિશાન બનાવ્યા હતા. આ નક્સલી હુમલામાં DRGના 8 જવાન શહિદ થયા હતા. ડ્રાઈવરનું પણ મોત થયું હતું

અબુઝમાડમાં શનિવારથી નક્સલ એન્કાઉન્ટર શરૂ થયું: શનિવારેના રોજ 4 જિલ્લા દંતેવાડા, નારાયણપુર, બસ્તર અને કોંડાગાંવના DRG અને બસ્તર લડવૈયાઓની સંયુક્ત એક્શન ફોર્સ એન્ટી નક્સલ ઓપરેશન પર નીકળી હતી. આ ઓપરેશનમાં જવાનોએ 5 વર્દીધારી નક્સલીઓને ઠાર કર્યા હતા. 5ના મૃતદેહને સૈનિકોએ જપ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં દંતેવાડા DRGનો એક સૈનિક શહીદ થયો હતો. 2 દિવસ ઓપરેશન પૂર્ણ કરવા પર સોમવારે સૈનિકો પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન સૈનિકો નક્સલી હુમલાનો શિકાર બન્યા હતા.

એન્કાઉન્ટર ખતમ કરીને પરત ફરતી વખતે IED બ્લાસ્ટઃ આ નક્સલવાદી ઘટના બીજાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર બની હતી. સોમવારે, દંતેવાડા DRG જવાનોથી ભરેલી એક ગાડી બપોરના સમયે ભેજ્જી અને કુટરુ પોલીસ સ્ટેશન વિસ્તારની વચ્ચે આંબેલી પાસે પહોંચી હતી. તે દરમિયાન 2.15 વાગ્યે જોરદાર વિસ્ફોટ થયો હતો.

બસ્તરમાં ફોર્સ હાઈ એલર્ટ પર છે
બસ્તરમાં ફોર્સ હાઈ એલર્ટ પર છે (Etv Bharat)

70 KG IED બ્લાસ્ટઃ આ બ્લાસ્ટમાં નક્સલવાદીઓએ લગભગ 70 કિલો વજનના શક્તિશાળી IEDનો ઉપયોગ કરીને સૈનિકોથી ભરેલા વાહનને ઉડાવી દીધું હતું. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, કોંક્રીટ રોડ પર 10 ફૂટથી વધુ ઊંડો અને પહોળો ખાડો બની ગયો હતો. વિસ્ફોટથી વાહનના ટુકડા થઈ ગયા હતા. વાહનનો એક ભાગ નજીકના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો. આ વિસ્ફોટમાં DRGના 8 જવાન શહીદ થયા હતા. વાહન ચાલકનું પણ મોત થયું હતું.

વિસ્ફોટના સ્થળેથી હથિયારો મળી આવ્યા
વિસ્ફોટના સ્થળેથી હથિયારો મળી આવ્યા (Etv Bharat)

શહીદ થયેલા સૈનિકોના નામ: આ ઘટનામાં શહીદ થયેલા સુરક્ષા જવાનોની ઓળખ DRG હેડ કોન્સ્ટેબલ બુધરામ કોરસા, કોન્સ્ટેબલ પંડારુ રામ પોય, બમન સોઢી અને દુમ્મા મરકામ અને બસ્તર ફાઈટર્સના કોન્સ્ટેબલ સોમડૂ વેટ્ટી, સુદર્શન વેટ્ટી, સુબરનાથ યાદવ અને હરીશ કોરમ તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, ડ્રાઈવર એક સામાન્ય નાગરિક હતો, જેની ઓળખ તુલેશ્વર રાણા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર શહીદ થયેલા સૈનિકો કોરસા અને સોઢી બીજાપુર જિલ્લાના હતા જ્યારે બાકીના સૈનિક દંતેવાડા જિલ્લાના હતા. વાહન ચાલક જગદલપુરનો રહેવાસી હતો.

બસ્તરમાં હાઇ એલર્ટ પર ફોર્સઃ વર્ષની પ્રથમ અને સૌથી મોટી નક્સલવાદી ઘટના બાદ સમગ્ર ડિવિઝનમાં ફોર્સ હાઇ એલર્ટ પર છે. વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

નક્સલવાદીઓએ લગાવેલા વાયર મળી આવ્યા
નક્સલવાદીઓએ લગાવેલા વાયર મળી આવ્યા (Etv Bharat)

શહીદ સૈનિકોના મૃતદેહ દંતેવાડા લાવવામાં આવ્યાઃ દાંતેવાડા જિલ્લા મુખ્યાલય ખાતે આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં છત્તીસગઢના CM વિષ્ણુદેવ સાંઈ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે. કાર્યક્રમ મુજબ CM રાત્રે 10.50 વાગ્યે દંતેવાડા પહોંચશે અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.

"ઉતાવળમાં નક્સલવાદીઓ સાથે કામ કરવાની રીત ખોટી છે": અહીં બીજાપુર નક્સલી હુમલા બાદ વિપક્ષે ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા છે. મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુરમાં વિપક્ષના નેતા ચરણદાસ મહંતે સાંઈ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. મહંતે કહ્યું કે, "નક્સલવાદીઓ સાથે વ્યવહાર કરવાનો એક રસ્તો છે, પરંતુ અહીં બધું જ ઉતાવળમાં કરવામાં આવી રહ્યું છે. સૈનિકોને સુરક્ષા આપવામાં આવી રહી નથી, જેના કારણે અમારા સૈનિકો માર્યા ગયા છે." મહંતે કહ્યું કે,પહેલાથી જ ખબર પડી રહી છે કે સૈનિકો કયા માર્ગથી ઓપરેશન માટે રવાના થઈ રહ્યા છે. જેના કારણે નક્સલવાદીઓ સૈનિકોની હત્યા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. બિહારની ધરા ધ્રૂજી: વહેલી સવારે 7.1 તીવ્રતાનો આંચકો, લોકો ઘરની બહાર દોડી આવ્યા
  2. બળાત્કાર પીડિતાની ઓળખ લીક કેસ: સુપ્રીમ કોર્ટે ઝારખંડના મંત્રીની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.