કચ્છ:નવરાત્રિ દરમિયાન ચણિયાચોળીથી માંડી મેકઅપ અને ફૂટવેર સુધીની તૈયારીઓ પર યુવતીઓ ધ્યાન આપતી હોય છે. એટલું જ નહીં આ બધાની સાથે સાથે નેઇલ્સ પણ સુંદર લાગવા જોઇએ જેના માટે યુવતીઓને આર્ટિફિશિયલ નેઇલનું ઘેલું લાગ્યું છે.
નવરાત્રિ દરમિયાન નેઇલ્સ પર નવરાત્રિ સંબંધિત વિવિધ ડિઝાઇન બનાવીને નવરાત્રિ સ્પેશિયલ નેઇલ આર્ટ કરવું એ હાલમાં ટ્રેન્ડમાં છે. એટલે કે નવરાત્રિને લગતી વિવિધ ડિઝાઇનને નેઇલ આર્ટ દ્વારા સજાવવામાં આવી રહ્યું છે. જેમાં આર્ટિફિશિયલ નેઇલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે.
કપડાં ઘરેણાં સાથે સાથે હવે યુવતીઓમાં નેઇલ આર્ટનો પણ ક્રેઝ વધ્યો છે (Etv Bharat Gujarat) નવરાત્રિમાં નેઇલઆર્ટનો ટ્રેન્ડ: ભુજમાં નિયુ સોની નેઇલ આર્ટ સ્ટુડિયો ચલાવતા નિરાલી સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવરાત્રિના નવ દિવસના પાવન અવસર પર બધાનાં મનમાં ફક્ત ને ફક્ત ગરબા રમવા અને માતાજીની આરાધના કરવી તે જ હોય છે. નવરાત્રિ દરમિયાન માતાજીના શ્રૃંગારથી માંડીને લોકોના આઉટફિટ પણ કલરફુલ જોવા મળે છે. એમાં પણ યુવતીઓ પોતાના નેઇલ્સને કલરફુલ બનાવવાનું વધારે પસંદ કરતી હોય છે. ખાસ કરીને નેઈલ્સમાં બ્રાઇટ કલર્સ જેવા કે યલો, ઓરેન્જ, ગ્રીન, બ્લૂ વગેરેની મદદથી ડિફરન્ટ ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. નવરાત્રિના તહેવારમાં આવા નેઇલ્સ સુંદર અને આકર્ષક પણ લાગે છે.
યુવતીમાં છવાયો નેઇલ આર્ટનો ક્રેઝ (Etv Bharat Gujarat) આર્ટિફિશિયલ નેઈલ લગાવવાનો ક્રેઝ વધારે: ખેલૈયા યુવતીઓ અત્યારે નેઈલ પર સાથિયો, માં, કળશ, શુભ-લાભ, ઓમ, પગલા, દિવો, કંકુ, દાંડિયા, નવરાત્રિ લખાણ અને ત્રિશુલ સહિત નવરાત્રિના સિમ્બોલ કરાવી રહી છે. અગાઉ દરરોજ અવનવા નખ, નેઈલ પોલિશથી રંગીને બીજે દિવસે તેને નેલપોલિશ રીમૂવરથી રીમૂવ કરી નવી નેઈલ પોલિશ લગાવવાની ફેશન હવે જતી રહી છે અને હવે આર્ટિફિશિયલ નેઈલ લગાવવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે.
યુવતીમાં છવાયો નેઇલ આર્ટનો ક્રેઝ (Etv Bharat Gujarat) ડિઝાઇન નેઇલ્સને સિમ્પલ પરંતુ એલિગન્ટ લુક આપે છે: આ ઉપરાંત નવરાત્રિ હોય એટલે દાંડિયાની વાત તો ચોક્કસથી હોય જ જેમાં નેઇલ પર કલરફુલ દાંડિયાની ડિઝાઇન પણ બનાવવામાં આવી રહી છે. આ વિવિધ ડિઝાઇન માટે નેઇલ પર વ્હાઇટ બેઝ કલર લગાડવામાં આવે છે અને એ પછી યુવતીઓના મનગમતાં બ્રાઇટ કલરથી દાંડિયાની ડિઝાઇન બનાવવામાં આવે છે. ઉપરાંત એની સાથે મેચ કરે એવા કલરના નેઇલ પેઇન્ટથી દાંડિયાની ડીઝાઈન તૈયાર કરવામાં આવે છે. અંતે ટોપ કોટની મદદથી ડિઝાઇનને સીલ કરવામાં આવે છે જે નેઇલને ચમકતા કરે છે. આવી ડિઝાઇન નેઇલ્સને સિમ્પલ પરંતુ એલિગન્ટ લુક આપે છે અને જેનો ટ્રેન્ડ પણ ખૂબ ચાલી રહ્યો છે.
વિવિધ ડીઝાઈન: નવરાત્રિ દરમિયાન જુદા જુદા નેઇલ ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેમાં માતાજીનો ફેસ, ત્રિશૂલ, સ્વસ્તિક અને દાંદિયની ડીઝાઈન વધારે પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે નેઇલ આર્ટ બનાવવા માટે વ્હાઇટ, રેડ, યલો, બ્લેક જેવા કલર્સનો વધારે ઉપયોગ થતો હોય છે. સૌથી વધારે ટ્રેન્ડમાં નેઇલ આર્ટ બનાવતી વખતે એક નેઇલ ઉપર માતાજીની તસવીર અને બાકીના નેઇલ્સ પર સ્વસ્તિક, દાંડિયા, ત્રિશૂલ તેમજ નવરાત્રી શબ્દ લખાણ ચાલતું હોય છે.
500થી 2000 સુધીમાં નેઈલઆર્ટ:દરરોજ અવનવા નખ નેઈલ પોલિશથી રંગીને બીજે દિવસે તેને રીમુવ કરી નવી નેલ પોલિશ લગાવવાની ફેશન હવે જતી રહી છે. જેથી હવે આર્ટિફિઝિશિયલ નેલ લગાવવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. તેમજ આ વર્ષે માતાજીની આકૃતિ પણ નેઈલ હાથમાં દોરવામાં આવી રહી છે. આ સાથે જ મલ્ટી ડાયમંડ નેઈલ પણ કરવામાં આવ્યા છે. નેઈલના ભાવ 500થી લઈ 2000 સુધી છે.
આ પણ વાંચો:
- UK માં "મણિયારા રાસ" ની રમઝટ : પોરબંદરના આઠ કલાકારનું ગ્રુપ આપશે મહેર સંસ્કૃતિને ઓળખ - Navratri 2024
- ભૂખ્યા અને જરૂરિયાતમંદોને ભોજનની સેવા: છેલ્લા 15 વર્ષથી રાધે શ્યામજી રામરોટી સેવાનો અવિરત ભોજન યજ્ઞ - JUNAGADH RAM ROTI SEVA YAGNA