નવસારી: નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકાના કુલ 54 ગામમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર જ તેના ખોટા બીલ રજુ કરીને તેને મંજૂર કરી 5.48 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી હતી. નવસારી સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર જતીનકુમારે કુલ 14 શખ્સો સામે ખોટા બિલો મુકી કરોડો રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નવસારી પાણી પુરવઠા વિભાગમાં થયેલ કરોડોના કૌભાંડને લઈને મુકેશ પટેલે આપ્યું નિવેદન - Navsari water supply scam - NAVSARI WATER SUPPLY SCAM
સરકારે દરેક ઘરમાં નળથી જળ પહોંચે તે માટે જલ જીવન મિશન અંતર્ગત 'નલ સે જલ' અને 'હર ઘર જલ' જેવી યોજનાઓ બહાર પાડી છે. જેના માટે સરકારે ગ્રામ્ય વિસ્તારો માટે હજારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. જ્યારે બીજી બાજુ આદીવાસી વિસ્તારોમાં આવી જ પાણી પહોંચાડવાની યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જાણો શું છે સમગ્ર મામલો, Navsari water supply scam
Published : Jul 18, 2024, 5:21 PM IST
સામે આવેલ કૌભાંડને લઇને મંત્રી મુકેશ પટેલે સુરતના બારડોલી ખાતેથી જણાવ્યું હતું કે છેલ્લા જાન્યુઆરી માસમાં નવસારી જિલ્લામાં મારે જવાનું થયું હતું. ત્યારે ત્યાંના લોકોએ મને ફરિયાદ કરી હતી કે અહીંયા જે પાણી પુરવઠા વિભાગના જે કામો થયા છે એમાં ગેરરીતિ થાય છે. ત્યારે મે મારા વિભાગને આ વિશે તપાસ સોંપી હતી. અને વિભાગને કીધું હતું કે નીચે સુધી તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને પકડો. જે આ તપાસમાં 90 કામોમાં ગેરીરિતી જણાઈ આવી છે. આ કામગીરીમાં કોઈ પણ પ્રકારના ટેન્ડર મંગાવવામાં આવ્યા ન હતા. ડાયરેક્ટ કામોકર્યા હતાં. ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમાં જે ડિપોઝીટ પડી હતી. તે પણ ડુબલી કેટ હતી.