ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના અણીયારી ગામે મળ્યો મૃતદેહ, તાલુકા પોલીસે બે આરોપીને દબોચ્યા - MORBI CRIME

મોરબીના અણીયારી ગામની સીમમાંથી કોહવાયેલ ગયેલો મૃતદેહ મળ્યા હતો. આ મામલે પોલીસે બે આરોપીની અટક કરી પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી છે.

મોરબી હત્યા કેસના આરોપી
મોરબી હત્યા કેસના આરોપી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2024, 1:52 PM IST

મોરબી : અણીયારી ગામની સીમમાંથી મળી આવેલ હાડપિંજર બાબતે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જે હત્યાના ગુનામાં સંડોવાયેલા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અણીયારીની સીમમાં મળ્યો મૃતદેહ :ગત 25-08-2024 ના રોજ અણીયારી ગામની સીમમાંથી અજાણી સ્ત્રી અથવા કિન્નર જેવી વ્યક્તિનું મૃત્યુ થતા હાડપિંજર કોહવાયેલ ગયેલ હાલતમાં મળી આવ્યું હતું. મૃતક રાજસ્થાનના સંજય મોહનભાઈ મહવઈ હોવાનું ખુલતા પરિવારનો સંપર્ક કરી પત્નીની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી.

મોરબીના અણીયારી ગામે મળ્યો મૃતદેહ (Etv Bharat Gujarat)

હત્યાના બે આરોપી ઝડપાયા :પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઊંડાણપૂર્વક તપાસ કરતા હત્યાને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આરોપી સુરેન્દ્રનગરમાં લખતરના રહેવાસી રવિ દેવજીભાઈ ગાબુ અને સુરેશ બબાભાઈ ગોરૈયા છે. પોલીસની પૂછપરછમાં બંને આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. મોરબી તાલુકા પોલીસે બંને ઇસમોને ઝડપી લઈને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

આરોપીઓએ કરી ચોંકાવનારી કબૂલાત :મૃતક સંજયભાઈ મહવઈ માળીયા હળવદ હાઈવે પર અણીયારી ગામની સીમ પાસે કિન્નરનો વેશ ધારણ કરી પૈસા માંગતા હતા. બંને આરોપીઓએ ખેતરમાં લઇ જઈને બીભત્સ માંગણી કરતા મૃતક સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. આરોપીઓએ મૃતકના પેટના ભાગે છરીના ઘા મારી હત્યા કરી હતી.

  1. શાકમાર્કેટમાં ફ્રૂટ સાથે ગાંજો વેચતો હતો શખ્સ, પોલીસે આ રીતે દબોચ્યો
  2. મોરબીમાં મમુ દાઢી હત્યા કેસ: ત્રણ વર્ષથી ફરાર ત્રણ ઈસમોએ કર્યું સરેન્ડર

ABOUT THE AUTHOR

...view details