ETV Bharat / business

RBIએ આ બે બેંકોના મર્જરને આપી મંજૂરી, ગુજરાતના ઘણા શહેરોમાં આવી છે તેની બ્રાન્ચ - RBI APPROVED BANK MERGER

RBIએ કહ્યું છે કે NCBLની શાખાઓ 6 જાન્યુઆરી, 2025થી કોસમોસ કો-ઓપરેટિવ બેંકની શાખાઓ તરીકે કામ કરશે.

RBIએ બે બેંકોના મર્જરને આપી મંજૂરી
RBIએ બે બેંકોના મર્જરને આપી મંજૂરી (Getty Images)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2025, 9:47 PM IST

હૈદરાબાદ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બે બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી છે. નેશનલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (NCBL), બેંગ્લોર (કર્ણાટક) ને કોસમોસ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (મહારાષ્ટ્ર) સાથે મર્જ કરવામાં આવશે. RBIએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ યોજનાને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 56 સાથે કલમ 44A ની પેટા-કલમ (4) હેઠળ આપવામાં આવેલી સત્તાના ઉપયોગથી મંજૂર કરવામાં આવી છે."

RBIએ કહ્યું કે, આ યોજના સોમવાર 6 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે, NCBL શાખાઓ 6 જાન્યુઆરી, 2025થી કોસ્મોસ બેંકની શાખાઓ તરીકે કામ કરશે. NCBL બેંકના ગ્રાહકોને હવે Cosmos Bankમાં તમામ સેવાઓ મળશે. ખાસ છે કે, ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ સહિતના ઘણા મોટા શહેરમાં કોસમોસ બેંકની બ્રાન્ચ આવેલી છે.

અગાઉ 31 ડિસેમ્બરના રોજ, RBIએ અગાઉ જારી કરાયેલી કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ કોસમોસ બેંક પર રૂ. 8.30 લાખનો નાણાકીય દંડ લગાવ્યો હતો. RBIએ જણાવ્યું હતું કે, બેંકે કેટલાક વ્યક્તિગત લોનધારકોને મંજૂર કરાયેલ ફ્લોટિંગ રેટ ટર્મ લોન પર ફોરક્લોઝર ચાર્જીસ લાદ્યા હતા.

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે ઉત્કર્ષ કોરઇન્વેસ્ટનું મર્જર
વધુમાં, RBIએ ઉત્કર્ષ કોરઈન્વેસ્ટ લિમિટેડને ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંક લિમિટેડ સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે. બેંકે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. સપ્ટેમ્બરમાં, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના બોર્ડે કામગીરીને સરળ બનાવવા, શેરધારકોના મૂલ્યમાં વધારો કરવા અને એક મજબૂત કંપની બનાવવાના ઉદ્દેશ્ય સાથે તેની મૂળ કંપની સાથે મર્જરને મંજૂરી આપી હતી.

NDTV પ્રોફિટના અહેવાલ મુજબ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે મૂળ કંપની ઉત્કર્ષ કોરઇન્વેસ્ટ લિમિટેડનું મર્જર આગામી 12-13 મહિનામાં પૂર્ણ થશે. મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર ગોવિંદ સિંહે આ માહિતી આપી.

આ પણ વાંચો:

  1. 2025ના બીજું સપ્તાહ હશે ધમાકેદાર, કમાણી કરાવવા આવી રહ્યા છે 7 નવા IPO, 6નું થશે લિસ્ટિંગ
  2. શું તમે પર્સનલ લોન લઈ રહ્યા છો ? તો પહેલા જાણી લો તેના ફાયદા અને ગેરફાયદા, નહીં તો પાછળથી પસ્તાવો થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.