ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓલપાડ GIDCમાં મતદાન જાગૃતિ બેઠક યોજાઈ, ઉદ્યોગકારો-કંપનીઓના પ્રતિનિધિઓએ મેળવ્યું માર્ગદર્શન - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

લોકશાહીમાં ચૂંટણી એટલે મહાપર્વ. વધુમાં વધુ મતદારો મતદાન માટે પ્રેરાય તેમજ મતદાનને સફળ બનાવે તે માટે આજે ઓલપાડ GIDCમાં મતદાન જાગૃતિ બેઠક યોજાઈ હતી. જેમાં GIDCના ઉદ્યોગકારો-કંપનીઓના પ્રતિનિધિઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 Surat Olpad GIDC Voting Awareness TIP

ઓલપાડ GIDCમાં મતદાન જાગૃતિ બેઠક યોજાઈ
ઓલપાડ GIDCમાં મતદાન જાગૃતિ બેઠક યોજાઈ

By ETV Bharat Gujarati Team

Published : Apr 6, 2024, 8:58 PM IST

ઓલપાડ GIDCમાં મતદાન જાગૃતિ બેઠક યોજાઈ

સુરતઃ લોકસભા ચુંટણીમાંમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ‘ચૂનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે એ હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઓલપાડ GIDC એસોસિએશન, ઓલપાડ GIDCની જુદી જુદી સંસ્થાઓ/કંપનીઓના ચેરમેન-પ્રતિનિધિઓ સાથે મતદાન જાગૃતિ બેઠક યોજવામાં આવી હતી.

સચોટ માર્ગદર્શનઃ બેઠકમાં ટર્ન આઉટ ઈમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP)ના નોડલ ઓફિસર ડે.મ્યુ. કમિશનર ડો.રાજેન્દ્ર પટેલ(IAS) તેમજ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના માર્ગદર્શન હેઠળ આસી. મ્યુનિ. કમિશનર અને નોડલ ઓફિસર(સ્વિપ) અજય ભટ્ટ, રિજનલ મેનેજર (GIDC) ડી.એમ.પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયેશ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડ GIDC ઇન્ડસ્ટ્રિયલ એસો.ના પ્રમુખ મુકેશ જૈન, ઉદ્યોગપતિ પ્રદીપ નાવિક સહિત અન્ય ૩૫ જેટલા જુદી જુદી સંસ્થાઓ-કંપનીઓ-પેઢીઓના આગેવાનોની ઉપસ્થિતિમાં મતદાન વધારવાના પ્રયાસો, મતદાન પ્રત્યે જાગૃત બને એવા પ્રયાસો સાથે ઉદ્યોગકારો લોકજાગૃતિ ફેલાવે એ અંગે વિચાર વિમર્શ કરાયો હતો.

વધુમાં વધુ મતદાનની અપીલઃ આસિ.મ્યુનિ.કમિશનર અને નોડલ ઓફિસરે(સ્વિપ) દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કામદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી. સાથે જ ચૂંટણીના દિવસે સવેતન જાહેર કરવા અંગેની કાનૂની જોગવાઈઓનું માર્ગદર્શન અપાયું હતું. સાથે જ ભૂતકાળમાં ઓછું મતદાન નોંધાયું હોય તેવા અને સ્ત્રી-પુરૂષ મતદારોની મતદાનની ટકાવારીમાં વધુ તફાવત હોય તેવા મતદાન મથકો પર જનજાગૃતિ લાવવા તેમજ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે સુનિશ્ચિત કરવા માટે સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કરાયો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.

  1. મતદારોના મન સુધી પહોંચવાનું માધ્યમ : સોશિયલ મીડિયા, ચૂંટણી પ્રચારમાં કેવી રીતે થાય છે ઉપયોગ જુઓ... - Lok Sabha Election 2024
  2. લોકસભા 2024 ચૂંટણી જીતીશું, રાજકોટ ભાજપે પક્ષના સ્થાપના દિને દર્શાવ્યો આત્મવિશ્વાસ - BJP RAJKOT

ABOUT THE AUTHOR

...view details