સુરતઃહાલમાં હજુ રાજ્ય વડોદરામાં થયેલા ગેંગરેપની ઘટનાના આઘાતથી બહાર આવ્યું નથી ત્યાં સુરતમાં વધુ એક ગેંગરેપની ઘટના સામે આવી છે અને અહીં પણ એવી જ રીતે બે વ્યક્તિ બેઠા હતા અને આવી ચઢીને યુવક પર હુમલો કરી પીડિતાને નિશાન બનાવી હતી. વડોદરાની ઘટનામાં તુરંત પોલીસ કાર્યવાહીથી અન્ય શખ્સોમાં એક ધાક બેસવી જોઈતી હતી પરંતુ અહીં તો આ શખ્સોને જાણે કોઈ ફેર જ પડ્યો નથી તેવું લાગી રહ્યું છે.
સુરત ગેંગરેપની ઘટના અંગે શું કહે છે પોલીસ (Etv Bharat Gujarat) યુવક મિત્રને ભગાડી મુક્યો
સુરતના માંગરોળ ખાતેના મોટા બોરસરા ગામમાં દુષ્કર્મની વધુ એક જધન્ય ઘટનાની ફરિયાદ પ્રમાણે, આ ગામની સીમમાં એક સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. આ દરમિયાનમાં ત્યાં ત્રણ શખ્સો આવી ચઢ્યા અને સગીરા અને તેના યુવક મિત્રને માર માર્યો હતો. આ ઈસમોએ યુવકને માર મારી ત્યાંથી ભગાડી મુક્યો હતો. યુવક પણ જાણે ડરી ગયો અને ત્રણ ઈસમોથી પોતાની મિત્રને બચાવી શક્યો નથી. આ દરમિયાનમાં ત્રણે શખ્સોએ વારાફરતી કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.
બનાવ સ્થળ પર પોલીસ તપાસ (Etv Bharat Gujarat) સ્થાનિકો આવી પહોંચ્યા
આ દરમિયાનમાં સ્થાનિકો આવી જતા ત્રણેય ઈસમો મોબાઈલ અને રોકડા લઈને ભાગી ગયા હતા. ત્રણ પૈકીના બેની ઓળખ તો થઈ ગઈ છે. પણ અહીં કિશોરી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી અને તેને તુરંત સારવારની જરૂર હોઈ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. બીજી બાજુ હવે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તુરંત અલગ અલગ ટીમ ગઠીત કરીને આરોપીઓને પકડવાનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બનાવ સ્થળ પર પોલીસ (Etv Bharat Gujarat) સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસરે કહ્યું કે પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે અને સગીરા સાથે રહેલા યુવકને સાથે રાખી પોલીસે સ્થળ પર જઈ જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. સાથે જ પોલીસ ઝડપથી આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરીને ચારજશીટ દાખલ કરી કડક સજા થાય તેવી કાર્યવાહી કરશે.
મોડી રાત્રે ગેંગરેપને ત્રણ શખ્સોએ અંજામ આપ્યાની ફરિયાદ (Etv Bharat Gujarat) પોલીસની ટુકડીઓએ કરી ઘટના સ્થળ પર તપાસ (Etv Bharat Gujarat) પોલીસનો મોટો કાફલો સ્થળ તપાસ માટે જોડાયો (Etv Bharat Gujarat) સુરતમાં બની વડોદરા જેવી દુષ્કર્મની ઘટના (Etv Bharat Gujarat) ડોગ સ્કવોડ અને FSL દ્વારા પણ સ્થળ તપાસ (Etv Bharat Gujarat) - અમદાવાદની નગરદેવી "ભદ્રકાળી માતા"ના ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની રમઝટ
- ઈકો ઝોન વિરુદ્ધ ગીર સોમનાથમાં વિરોધનો વંટોળ, તાલાલા ખાતે ખેડૂત સંમેલન યોજાયું