તાપી:તાપી જિલ્લામાં પડેલ વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની આવક થતાં નદીઓ બે કાંઠે વહેતી થાય હતી જેને કારણે જિલ્લાના અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જેને લઇ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. હાલ વરસાદનું જોર ઘટતા નદી નાળાઓમા આવેલ પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો આવ્યા છે. પેરરવળ ગામથી જાખરી ગામને જોડતો માર્ગ સિઝમમાં બીજી વાર ધોવાય જતા 15 થી 20 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. સાથે પંચોલ ગામથી પંચોલ ગામને જોડતો લે લેવલ પુલ પાણીમાં ધોવાય જતા વાહન ચાલકો વધતા વહેલી તકે સર રસ્તા બનાવવામાં આવે તેવી ગ્રામ જનો માંગ કરી રહ્યા છે.
ડોલવણ તાલુકાના પલાસ્યા, પંચોલ, પાટી, અંબચ જેવા ગામોને રસ્તા ધોવાય જતા સીધા સંપર્ક વિહોણા બનતા તંત્ર દ્વારા એસડીઆરએફ તથા એનડીઆરએફની ટીમ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી હતી. સંપર્ક વિહોણા બનેલા ગામોના લોકો સુધી પાણીનું વહેણ ઓછું થતાની સાથે તંત્ર તેમની મદદે પહોંચી હતી. તાપી કલેકટર દ્વારા જરૂરી ખાતાને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી હતી.
ડોલવણ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. પરંતુ અનેક ગામોમાં લોકોના ઘરમાં પાણી ભરાય જતા ઘર વખરી સાથે ઘરના પત્ર સહિતની ખેતરોમાં પણ પાણી ભરાય જતા ભારે નુકસાની પણ થઈ છે. જેને લઇ પૂરના પાણીનો ભોગ બનેલા લોકો યોગ્ય વળતર પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ડોલવણ તાલુકામાં ધોવાયેલ રોડ રસ્તાઓના કારણે સંપર્ક વિહોણા બનેલા પેરવળ ગામના સરપંચ સંદિપ ગામીતે જણાવ્યું હતું કે ભારે વરસાદને લીધે આ રસ્તાનું બીજી વાર ધોવાણ થયું છે અને આ રસ્તો ધોવાય જવાથી દસ થી પંદર ગામોને અસર થાય છે અને રોજગારી માટે જવાનું અટકે છે અને આ રસ્તો વ્યારા મુખ્ય મથક સાથે જોડાયેલો રસ્તો છે સાથે તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે રસ્તાના બે ત્રણ ગાળા વધારી આપવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું.
ઓલણ નદી પરનો લો લેવલ પાણીમાં ધોવાય જતા સ્થાનિક રહેવાસી ભાવેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે ઓલણનદી પર બનાવામાં આવેલ પુલ ઘણો નીચો હોવાથી થોડો ઘણો વરસાદ આવવાથી પુલ પરથી પાણી જવા માંડે છે અને પુલ પરથી અવર જવર બંધ થય જાય છે. કાલે જે પૂર આવ્યું તેમાં ઘણું બધું પાણી નદીમાં આવ્યું હતું અને આ પુલને ઘણું નુકશાન થયું છે અને મોટા વાહનોની અવર જવરના બંધ થયા છે માત્ર ટુ વ્હીલર ગાડી જ જેમ તેમ જય સકે છે આ પુલને લીધે આઠ થી 10 ગામોને અસર થાય છે. આ પુલ વહેલી તકે બની જાય તો ઘણું સારું રહેશે. તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.