ETV Bharat / state

આજે વિજયા દશમી, ગુજરાત સહિત દેશભરમાં સાંજે રાવણદહનના અનેક કાર્યક્રમો

આજે વિજયા દશમી
આજે વિજયા દશમી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2024, 6:31 AM IST

Updated : Oct 12, 2024, 10:31 AM IST

હૈદરાબાદ: અસત્ય પર સત્યના વિજય પ્રતિક સ્વરૂપે દશેરા એટલે કે વિજયા દશમીનો તહેવાર મનાવવામાં આવે છે. આ પર્વે ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ખાસ દશેરા પર્વ પર ફાફડા અને જલેબી આરોગવાનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યારે આ દિવસે શસ્ત્ર પૂજા અને વાહનોની પૂજા પણ કરવામાં આવે છે.

LIVE FEED

10:30 AM, 12 Oct 2024 (IST)

તેલંગાણાની રાજધાની હૈદરાબાદના બશીરબાગ વિસ્તારમાં આવેલા કનકા દૂર્ગા મંદિરમાં વિજયાદશમીના અવસર પર ભક્તોની ભીડ ઉમટી હતી.

10:26 AM, 12 Oct 2024 (IST)

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કરી વિજયાદશ્મીએ શસ્ત્ર પૂજા

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સુકના કેન્ટમાં વિજયાદશમીના અવસર પર શસ્ત્ર પૂજા કરી.

10:02 AM, 12 Oct 2024 (IST)

ગુવાહાટી સ્થિત માતા કામાખ્યા દેવી મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ

આસામના ગુવાહાટીમાં આવેલા મા કામાખ્યા મંદિરમાં વિજયાદશમીના અવસર પર ભક્તોની ભીડ ઉમટી હતી.

10:00 AM, 12 Oct 2024 (IST)

વિજયા દશમીએ માતા વૈષ્ણોદેવી મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ

જમ્મુ અને કાશ્મીરના કટરા સ્થિત શ્રી માતા વૈષ્ણો દેવી મંદિરમાં વિજયાદશમીના અવસરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

9:53 AM, 12 Oct 2024 (IST)

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં ભગવાન શ્રીનાથની પૂજા કરી

ગોરખપુરઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિજયાદશમીના અવસર પર ગોરખનાથ મંદિરમાં ભગવાન શ્રીનાથની પૂજા કરી હતી.

7:21 AM, 12 Oct 2024 (IST)

આરએસએસના વડા મોહન ભાગવતની આગેવાનીમાં નાગપુરમાં યોજાઈ RSSના કાર્યકર્તાઓની પગપાળા માર્ચ

નાગપુર, મહારાષ્ટ્ર: આરએસએસના સભ્યોએ વિજયાદશમીના તહેવાર નિમિત્તે પગપાળા માર્ચ યોજી હતી.આરએસએસના વડા મોહન ભાગવત પણ હાજર હતા.

Last Updated : Oct 12, 2024, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.