અમરેલી: અમરેલી જિલ્લામાં પત્રિકા કાંડ મામલે જેલ વાસ ભોગવનાર પાટીદાર યુવતી પાયલ ગોટીએ આજ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. પાયલે આ દરમિયાન પોતાની આપવીતી જણાવી હતી. સાથે જ 18 વરણના સમાજ અને આગેવાનોનો તેને સમર્થન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તમામ સમાજના આગેવાનો આગળ આવ્યા હતા અને પોતાની દીકરી માની અને પોતાને બહાર કઢાવવા તેમજ દીકરી પર લગાવેલ આરોપી સામે લડત આપી હતી.
પોતાના માટે ન્યાયની કરી માંગ
પત્રકાર પરિષદમાં પાયલે જણાવ્યું કે, જેલ વાસ બાદ પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી બે દિવસ બાદ પત્રકાર પરિષદને સંબોધન કરી છે. સાથે જ અમરેલીના ધારાસભ્ય અને મોટાભાઈ સમાન કૌશિકભાઈ વેકરિયા પોતાને ન્યાય અપાવે એવી માંગ કરી હતી અને પોતે કોઈ ગુનો ન કર્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસ પર કર્યા આક્ષેપ
પાયલે આ સાથે આક્ષેપ કર્યો છે કે, પોતાને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. જે તેમણે વકીલને જણાવ્યું હતું. સાથે જ પોલીસ દ્વારા રાત્રીના સમય ઘરેથી લઈ જવામાં આવી હોવાનું તેમજ પોતાનું સરઘસ કાઢવામાં આવ્યું હતું જે યોગ્ય નથી. ગુજરાત અને ભારત દેશની તમામ દીકરીઓ સાથે આવું ભવિષ્યમાં ન બને તેની માંગ કરી હતી. આ અંગે તેણે ધારાસભ્ય કૌશિક વેકરિયા તથા મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો અને તેમાં પણ પોતાની સાથે થયેલા વ્યવહારની સામે ન્યાય મળે તેવી માંગ કરી હતી.
આ પણ વાંચો: