અમદાવાદ: ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીએ રાજ્યને 8 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા પીએમ મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધી અને વિકાસકાર્યોની માહિતી આપી હતી અમદાવાના GMDC ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે નમો ભારત રેપીડ મેટ્રો પાયાનો પથ્થર સાબિત થશે. હું વિશેષ રૂપથી તે મહિલાઓને શુભેચ્છા પાઠવું જે મહિલાઓના નામે ઘરનું રજિસ્ટ્રેશન થયું છે.
ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે
ત્રીજી વખત પ્રધાનમંત્રીના શપથ લીધા બાદ ગુજરાત આવ્યો છું. ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે મારા પર અપાર પ્રેમ દર્શાવ્યો છે. દિકરાએ આજે ઘરે આવીને આશીર્વાદ લીધો છે.આશીર્વાદથી નવી ઉર્જા મળે છે. મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ આપવા આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લાં વર્ષોમાં 1 કરોડ લખપતિ દીદી બની ગઈ છે. ત્રીજી ટર્મમાં 11 લાખ લખપતિ દીદી બની છે.